ગાંધીનગરગુજરાત

મહિલા-બાળ કલ્યાણ વિભાગમાં કૌભાંડ બ્લેક લિસ્ટેડ NGO ને કોન્ટ્રાક્ટ અપાયા

ગાંધીનગરઃ
રાજયના મહિલા અને બાળકલ્યાણ વિભાગની કમિશનર કચેરી દ્વારા બ્લેક લિસ્ટેડ એનજીઓની કામગીરી કરવાની ફરિયાદ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારને મળી હતી. જેમાં બ્લેક લિસ્ટેડ એનજીઓની કામગીરી આપીને મોટી નાણાંકીય ગેરરીતિ અને અનિયમિતતા આચરવામાં આવી હોવાની ફરિયાદ કરતા કેબિનેટ મંત્રી પરમારે તપાસનો આદેશ કર્યો છે. તેમણે દસ દિવસમાં તપાસ કરીને અહેવાલ રજૂ કરવાની તાકિદ કરતા મહિલા અને બાળકલ્યાણ વિભાગમાં હલચલ મચી ગઇ છે.
વિભાગની કમિશનર કચેરીમાં કૌભાંડ થયું હોવાની આશંકા વ્યકત કરતી ફરિયાદ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારને કરવામાં આવતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. તેમણે મહિલા અને બાળકલ્યાણ વિભાગને એનજીઓને વર્ષ 2011-12થી વર્ષ 2015-16 સુધી કયા કયા જિલ્લાઓના કયા કયા તાલુકાઓમાં, કઇ કઇ સંસ્થાઓને કેટલી રકમ ચુકવી તેની  તમામ વિગતો રજૂ કરતો અહેવાલ આપવાની તાકિદ કરી છે.
વિધવા તાલીમમાં વિધવા તાલીમ વર્ગ કરવા માટેના માર્ગદર્શક સિધ્ધાંતોની નકલ અને જે ફાળવણી કરાયેલ છે તેની ફાળવણી પ્રક્રિયાની ફાઇલ નોંધની સંપૂર્ણ વિગત રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
વિધવા તાલીમ વર્ગની ચકાસણી કરનાર અધિકારીઓ અને તેમણે કઇ તારીખે તપાસ કરી તેના છેલ્લા ત્રણ વર્ષના અહેવાલની વિગત રજૂ કરવાની પણ સૂચના અપાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x