મોદી સરકાર પ્રહાર: ભારત હવે લોકશાહી દેશ નથી રહ્યો : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર ફરી એકવાર હુમલો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં સ્વિડન સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેમોક્રેસીના રિપોર્ટનો હવાલો આપીને એક ફોટોગ્રાફ શેર કર્યો છે. તેમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘હવે ભારત લોકતાંત્રિક દેશ નથી રહ્યો. ભારત પણ પાકિસ્તાનની જેમ ઓટોક્રેટિક છે. ભારતની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ છે.’ આ પોસ્ટ પછી ભાજપ નેતા રાકેશ સિંહાએ તેમને જવાબ આપતા લખ્યું છે કે, પશ્ચિમી દેશોની નવસામ્રાજ્યવાદી શક્તિઓ જે ભારતની ઊભરતી શક્તિ, પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા પચાવી નથી શકતા, તેમના માટે રાહુલ ગાંધી ભારતમાં એજન્ટ તરીકે કામ કરે છે. બે ગાંધીમાં આટલો ફર્ક છે.
નોંધનીય છે કે, આ પહેલા સ્વિડનની વી-ડેમ ઈન્સ્ટિટ્યુટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ભારત હવે ‘ઈલેક્ટોરલ ડેમોક્રેસી’ નહીં, પરંતુ ‘ઈલેક્ટોરલ ઓટોક્રેસી’ બની ગયું છે.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ મોંઘવારી સહિતના મુદ્દાને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.