વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ, 75માં અમૃત મહોત્સવ પ્રસંગે દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન..
આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત થવાની છે. વડાપ્રધાન મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે. 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન વડાપ્રદાન મોદી સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે. આ સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે.
આઝાદીના અમૃત મહોત્સવ ઘણો ખાસ રહેશે.
મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને આઝાદીની લડતના કેન્દ્ર બિન્દુ અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 કલાકે આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવ્યું હતું. હવે આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.. 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતા. ત્યાંથી 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચ્યાં હતા.. જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી પરત જશે.