સેન્સેક્સ 682 અંક ઘટ્યો, નિફ્ટી 15000ની નીચે; SBI, કોટક મહિન્દ્રા શેર ઘટ્યા
ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.43 કલાકે સેન્સેક્સ 682 અંક ઘટી 50112 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 201 અંક ઘટી 14289 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર SBI, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, M&M, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI 2.30 ટકા ઘટી 372.45 પર કારોબાર કરી રહ્યો છે. કોટક મહિન્દ્રા 2.13 ટકા ઘટી 1895.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.64 ટકા વધી 221.40 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.35 ટકા વધી 10007.40 પર કારોબાર કરી રહ્યો છે.
વિશ્વભરના શેરબજારોમાં ઉતાર-ચઢાવ
અમેરિકન બોન્ડ યીલ્ડ સોમવારે 13 મહીનાના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે. આ કારણે મોટાભાગના શેરબજારોએ શરૂઆતનો વધારો ગુમાવી દીધો છે. જાપનાનો નિક્કેઈ ઈન્ડેક્સ 34 અંક ઉપર 2952 પર કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 73 અંક વધી 28813 પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 22 અંક નીચે 3423 પર કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 4 અંકના સામાન્ય ઘટાડા સાથે 3050 પોઈન્ટ પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં પણ હલકો ઘટાડો છે.
ડાઉ જોન્સમાં સતત 5માં દિવસે વધારો
USના બજારોમાં મોટા શેરોમાં વધારાના કારણે સતત પાંચમાં દિવસે ડાઉ જોન્સ વધારા સાથે બંધ થયો હતો. 12 માર્ચે ઈન્ડેક્સ 293 અંક વધી 32778 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ 0.10 ટકા ઉપર 3943 અંકો પર બંધ થયો હતો. જ્યારે નેસ્ડેક ઈન્ડેક્સ 0.59 ટકા ઘટીને 13398 અંકો પર બંધ થયો હતો. આ પહેલા યુરોપના શેરબજાર સપાટ બંધ થયા હતા. તેમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજાર પણ સામેલ છે.
શુક્રવારે સેન્સેક્સ 487 અંક ઘટીને 50792 પર બંધ રહ્યો
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 487 અંક ઘટીને 50792 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144 અંક ઘટીને 15030 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, રિલાયન્સ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 2.98 ટકા ઘટીને 3752.00 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 2.40 ટકા ઘટીને 7100.00 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ONGC, ટાઈટન કંપની, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 2.28 ટકા વધીને 220.00 પર બંધ રહ્યો હતો. ONGC 0.79 ટકા વધીને 115.35 પર બંધ રહ્યો હતો.