સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થયો, વૃષભ, કર્ક, ધન સહિત આ રાશિના જાતકોને ધનલાભ થશે
રવિવાર, 14 માર્ચના રોજ રાતે સૂર્યએ રાશિ બદલી છે. સૂર્યએ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ કારણે ખરમાસ શરૂ થઇ ગયો છે. હવે સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં જ રહેશે. ખરમાસમાં પૂજા-પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં સૂર્ય સાથે જ દેવગુરુ બૃહસ્પતિ માટે વિશેષ પૂજન કર્મ કરવું જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ખરમાસમાં સૂર્ય ગ્રહ દેવગુરુ બૃહસ્પતિની સેવામા રહે છે.
14 એપ્રિલ સુધી રોજ સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરો. સૂર્ય મંત્રનો જાપ કરો. સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ, ઓમ ખગાય નમઃ વગેરે. ગુરુ ગ્રહ માટે દર ગુરુવારે શિવલિંગ ઉપર ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો અને પીળા ફૂલ ચઢાવો. પં. શર્મા પાસેથી જાણો બારેય રાશિઓ ઉપર સૂર્યની કેવી અસર રહી શકે છે….
મેષઃ– સૂર્યના કારણે ખર્ચમાં વધારો થવાથી પરેશાનીઓ વધી શકે છે. આ કારણે આંખને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
વૃષભઃ– આ લોકોની આવકમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રમોશન સાથે જ ધનલાભ પણ થઇ શકે છે.
મિથુનઃ– આ રાશિના જાતકોના ઘરમાં કોઇ શુભ કામ થઇ શકે છે. પરિવારની મદદથી કોઇ કામમાં સફળતા અને લાભ મળી શકે છે.
કર્કઃ– સૂર્ય નવમ ભાવમાં રહેશે. આ કારણે કર્ક રાશિના લોકો માટે સમય શુભ રહેશે. ભાગ્યનો સાથ મળશે. માન-સન્માન અને સફળતા મળી શકે છે.
સિંહઃ– આ લોકો માટે સૂર્ય આઠમા ભાવમા થઇ ગયો છે, જે 14 એપ્રિલ સુધી આ સ્થિતિમાં રહેશે. આ કારણે અજાણ્યો ભય પરેશાન કરી શકે છે. તણાવ વધી શકે છે. મહેનત વધારે કરશો તો થોડો લાભ મળી શકે છે.
કન્યાઃ– સૂર્યના સાતમા ભાવમા હોવાથી જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે. પ્રેમ જાળવી રાખવો અને સમજી-વિચારીને વાત કરો. ધૈર્ય છોડવું નહીં. સાવધાન રહેવું.
તુલાઃ– આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. દુશ્મનો હાવી થવાની કોશિશ કરશે, પરંતુ તમારું નુકસાન કરી શકશે નહીં. ધૈર્ય રાખો.
વૃશ્ચિકઃ– આ રાશિના જાતકોને સૂર્યના કારણે સંતાન સુખ મળી શકે છે. નોકરી અને કાર્ય સ્થળમાં લાભ મળવાના યોગ છે. માન-સન્માન મળશે.
ધનઃ– સૂર્યના ચોથા ભાવમાં રહેવાથી લાભદાયક સ્થિતિઓ બની શકે છે. ધન મળવાના યોગ છે. ઘર-પરિવાર અને સમાજમાં સુખદ વાતાવરણ રહેશે.
મકરઃ– સૂર્યના ત્રીજા ભાવમાં રહેવાથી કોઇ મનગમતી જગ્યાએ ફરવા જઇ શકો છો. ભાઇઓ અને મિત્રોનો સહયોગ મળશે. ધનલાભ પણ થઇ શકે છે.
કુંભઃ– બીજા ભાવનો સૂર્ય લાભ આપી શકે છે. જોશમાં કોઇ કામ કરશો નહીં. ધૈર્ય જાળવી રાખવું. આંખ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.
મીનઃ– હવે સૂર્ય આ રાશિમાં 14 એપ્રિલ સુધી રહેશે. આ રાશિના જાતકોના વર્ચસ્વમાં વધારો થઇ શકે છે. લાભ મળી શકે છે. વિઘ્નો દૂર થવાના યોગ છે.