ગાંધીનગરગુજરાત

ગુજરાતની શાળા-કોલેજો 10 એપ્રિલ સુધી બંધ કરવાનો ગુજરાત સરકારનો આદેશ

ગાંધીનગર :

કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજોને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની શાળાઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. પરીક્ષાઓ પણ ઓફલાઇન બંધ કરવા આદેશ. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ શાળા-કોલેજોમાં શિક્ષણ બંઘ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે, કોરોનાના કેસ ફરી વધતા વાલીઓ-સંગઠનોએ માગ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં કોરોનાના કેસ વધતાં વાલીઓ ચિંતામાં હતા. બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે પણ અસમંજસ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x