TCS રૂ.16,000 કરોડના શેરો રૂ.2850ના ભાવે બાયબેક કરશે, શેર 6% ઊછળ્યો
નવી દિલ્હીઃ
માર્કેટ કેપના આધારે દેશની સૌથી મોટી કંપની ટીસીએસે શેર આજે બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની રૂ.16,000 કરોડના શેરો પરત ખરીદશે. કંપનીની જાહેરાત સાથે ટીસીએસના શેરમાં ઇન્ટ્રા-ડે 6 ટકાનો ઊછાળો આવ્યો હતો. આ સમાચારના પગલે સોમવારે કંપનીની માર્કેટ કેપ આશરે રૂ.19,000 કરોડ વધી ગઇ….
રૂ.2850 કરોડના શેરો થશે બાયબેક સોમવારે મળેલી બોર્ડની બેઠકમાં ટીસીએસના લગભગ 5.6 કરોડ શેરો બાયબેક કરવાની જાહેરાત થઇ છે. બાયબેક રૂ.2850ની કિંમતે કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, બાયબેક માટે મહત્તમ રૂ.16,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. બાયબેક કરવામાં આવનાર શેરો કંપનીની કુલ પેઇડ અપ કેપિટલનો 2.85 ટકા હિસ્સો છે. કંપનીના જણાવ્યા અનુસાર, બાયબેકની પ્રોસેસ, ટાઇમ લાઇન અને બીજી માહિતી ટૂંકસમયમાં જાહેર કરાશે….