ગાંધીનગરગુજરાત

વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી, MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો સંક્રમિત

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના (Corona) સતત આંકડો વટાવી રહ્યું છે અને મોટાભાગનાં ક્ષેત્રમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે અને હવે તેમાં સુરક્ષિત મનાતી વિધાનસભા પણ બાકાત નથી રહી. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.
ગુજરાતમાં કોરોના (Corona) સતત આંકડો વટાવી રહ્યું છે અને મોટાભાગનાં ક્ષેત્રમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે અને હવે તેમાં સુરક્ષિત મનાતી વિધાનસભા પણ બાકાત નથી રહી. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ, વડાદરાનાં ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત તયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગના અધિકારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યા બાદ સન્નાટો ફેલાઈ ગયો છે. મોટાભાગે કોરોનાનો ટેસ્ટ કરીને જ સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે અને આ વખતે તો ધારાસભ્યો માટે સોશ્યલ ડિસ્ટન્સીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તે વચ્ચે હવે પ્રધાન અને ધારાસભ્ય કોરોના પોઝીટીવ તઈ રહ્યા હોવાની વિગતો ચોંકાવનારી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા હવે આગામી સમયમાં કેવા પ્રકારના સૂચન કરવામાં આવે છે તે જેવાનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x