ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી તા.૧૮ એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ૩૩૧૦૬ મતદારો સાથે વોર્ડ નં.૯ સૌથી મોટો રહેવા પામ્યો છે જયારે ૧૮૮૨૫ મતદારો સાથે વોર્ડ નં.૧ સૌથી નાનો રહયો છે. ર૮૨૩૮૦ કુલ મતદારોમાંથી ૧૩૬૯૯૩ મહિલા મતદારો નોંધાયા છે જે નિર્ણાયક સાબિત થશે. હાલ તંત્ર દ્વારા તમામ વોર્ડની કચેરીઓમાં આ યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. ર૮૪ મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી તા.૧૮ એપ્રિલે કોરોના કાળ વચ્ચે યોજાવાની છે અને આગામી તા.ર૭ માર્ચથી ઉમેદવારીપત્રો ભરાવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે ચૂંટણી લક્ષી કામગીરી પણ સઘન બનાવી દેવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ગઈકાલે સાંજે આખરી મતદારયાદી પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. જે મતદાર યાદી વોર્ડ નં.૧ રાંધેજા ગ્રામ પંચાયત કચેરી, વોર્ડ નં.ર પેથાપુર પાલિકા કચેરી, વોર્ડ નં.૩ સે-ર૮ વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૪ યુપીએચસી સેન્ટર પાલજ, વોર્ડ નં.પ સે-ર૯ની વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૬ સે-૧૬ વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૭ વાવોલ ગ્રામ પંચાયત કચેરી, વોર્ડ નં.૮ સરગાસણ ગ્રામ પંચાયત કચેરી, વોર્ડ નં.૯ કુડાસણ ગ્રામ પંચાયત કચેરી, વોર્ડ નં.૧૦ કોબા ગ્રામ પંચાયત કચેરી અને વોર્ડ નં.૧૧ ભાટ અને ખોરજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કોર્પોરેશનની આખરી મતદારયાદી મુકવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પણ આ મતદારયાદી જોઈ શકાશે. મતદારયાદી આખરી થતાં હવે ર૮૪ મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે જેની ઉપર તા.૧૮ એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

વોર્ડ નં.     પુરુષ      મહિલા       કુલ

૧            ૯૬૯૭         ૯૧૨૮     ૧૮૮૨૫

૨            ૧૧૯૪૯      ૧૦૯૯૩    ૨૨૯૪૪

૩            ૧૦૯૧૧       ૧૦૩૪૮    ૨૧૨૫૯

૪            ૧૪૪૫૯     ૧૨૮૦૮   ૨૭૨૬૮

૫           ૧૧૨૮૭       ૧૦૭૬૧     ૨૨૦૪૯

૬            ૧૩૧૭૧      ૧૨૧૬૩      ૨૫૩૩૪

૭           ૧૧૨૦૪     ૧૦૫૭૪    ૨૧૭૭૮

૮            ૧૫૫૭૪    ૧૪૮૮૮    ૩૦૪૬૪

૯             ૧૬૭૧૪     ૧૬૩૯૦      ૩૩૧૦૬

૧૦           ૧૫૩૦૬      ૧૪૭૬૧     ૩૦૦૬૮

૧૧          ૧૫૧૦૬       ૧૪૧૭૯     ૨૯૨૮૫

કુલ          ૧૪૫૩૭૮     ૧૩૬૯૯૩     ૨૮૨૩૮૦

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x