ગુજરાત

ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ 12મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ

કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યા બાદ ગુજરાત યુનિ.એ મોકુફ કરેલી યુજી સેમેસ્ટર-૧ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે.જે મુજબ ૧૨મી એપ્રિલથી પરીક્ષાઓ શરૃ થશે.

ગુજરાત યુનિ.દ્વારા બીએ, બી.કોમ, બી.એસસી, બીબી-બીસીએ, અને બી.એડ સેમેસ્ટર-૧ તથા ઈનટિગ્રેટેડ લૉ સેમેસ્ટર ૪,૬ અને ૮ની તથા બીએસસી એફએડી તથા ફાયર સેમેસ્ટર-૧ની પરીક્ષા ૧૮મી એપ્રિલથી શરૃ કરવામા આવી હતી.દરેક કોર્સમાં પ્રથમ પેપરની પરીક્ષા પૂર્ણ થયા બાદ કોરોનાના સંક્રમણ વધવાના કારણોસર બીજા જ દિવસથી સરકારના આદેશને પગલે પરીક્ષાઓ  મોકુફ કરી દેવાઈ હતી.સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવા અને તમામ યુનિ.ઓની યુજીની પરીક્ષાઓ મોકુફ કરવા આદેશ કર્યો હતો.

આમ ૧૦ એપ્રિલ સુધી યુનિ.ઓ પરીક્ષા લઈ શકે તેમ નથી પરંતુ બીજી બાજુ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમા પુરી પણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ.દ્વારા ૧૨મી એપ્રિલથી પરીક્ષાઓ શરૃ કરવાનો પરિપત્ર કર્યો છે.યુનિ.દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયુ છે અને આ પરીક્ષાઓ ઓફલાઈન રીતે જ લેવાશે. અગાઉ જાહેર કરાયેલી બેઠક વ્યવસ્થા જ રાબેતા મુજબ રહેશે અને હૉલ ટીકિટ પણ અગાઉની જ રહેશે જે વિદ્યાર્થીએ લઈને આવવાની રહેશે.નવેસરથી હોલ ટીકિટ જાહેર નહી કરવામા આવે કે બેઠક વ્યવસ્થા પણ બદલવામા નહી આવે.આ પરીક્ષાઓમાં ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x