ગાંધીનગર

ચૂંટણીમાં ઉમેદાવાર દારૂ વહેંચતા પકડાશે તો બકરી બનાવી દઇશું:અલ્પેશ ઠાકોર

દહેગામ:
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કોઈ ધારાસભ્ય, કોંગ્રેસ કે ભાજપનો ઉમેદવાર દારૂ વહેંચતા દેખાશે તો તેને બકરીનું બચ્ચુ બનાવી દેવાની ચીમકી ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે આપી છે. દહેગામ ખાતે એક મંદિરના પાટોત્સવમાં આવેલા અલ્પેશ ઠાકોરે દારૂથી મત ખરીદવા નીકળતા ઉમેદવારો પર નિશાન સાધીને કડક દારૂબંધીનો શ્રેય ઠાકોર સમાજને આપ્યો હતો.
દહેગામ આવેલા અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિના પ્રવચનમાં કહ્યું હતું કતું કે, ગુજરાતમાં દારૂબંધીનો  કાયદો તો હતો જ પરંતુ તે કાયદાને કડક બનાવવાનો શ્રેય ઠાકોર સમાજ અને સેનાના જાય છે. અલ્પેશ ઠાકોરે સમાજના લોકોએ પોતાની દીકરી માટે વિઘાવાળા જમાઈ કે વેવાઈ નહીં પરતું નિવર્સની અને શિક્ષિત યુવક શોધવાની શીખામણ આપીને સમાજને શિક્ષિત થઈને વર્તમાન સમાજમાં પ્રગતિના કદમ માંડવાનું આહવાન કર્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અને ભાજપનું નામ લઈને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર દારૂની બોટલ કે પોટલી વહેંચીને મત ખરીદવા નીકળશે તો ઠાકોર સેના દ્વારા તેને બકરીનું બચ્ચુ બનાવી દેતા વાર નહીં લાગે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *