ગાંધીનગરગુજરાત

ગાંધીનગર:SBI સહિત જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓની આવતી કાલે હડત

ગાંધીનગર

કેન્દ્ર સરકારની બેન્ક ઉદ્યોગ વિરોધી નીતિ તથા નોટબંધી બાદ બેન્ક કર્મચારીને ભોગવવી પડેલી પારાવાર મુશ્કેલીઓ તેમજ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે બેન્કિંગ કારોબારમાં પણ જોવાયેલી નકારાત્મક અસરની સામે બેન્કના કર્મચારીઓ અને ઓફિસર્સ એસોસિયેશને બાંયો ચઢાવી છે અને આવતી કાલે દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી એસબીઆઇ સહિત તમામ બેન્કો નવ અગ્રણી એસોસિયેશનની આગેવાની હેઠળ એક દિવસની પ્રતીક હડતાળના કારણે બંધ રહેશે.

રાજ્યના ૭૫ હજારથી વધુ કર્મચારીઓ તથા ઓફિસર્સ તેમાં જોડાશે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મહાશિવરાત્રિ અને શનિ-રવિની રજાના કારણે બંધ હતી. આજે બેન્ક ત્રણ દિવસની રજા બાદ રાબેતા મુજબ ચાલુ છે, જોકે આવતી કાલની હડતાળના પગલે પાછલા સપ્તાહે ગુરુવારનું  ક્લિયરિંગ બુધવારે થશે અને તેના કારણે કરોડો રૂપિયાના ચેક ક્લિયરિંગને ફટકો પડવાની ભીતિ છે.

એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આવતી કાલની હડતાળના પગલે રાજ્યમાં અંદાજે રૂ. ૨૦ હજાર કરોડથી પણ વધુનું ચેક ક્લિયરિંગનું કામકાજ તદ્દન ઠપ થઇ જશે. તેમના કહેવા પ્રમાણે નોટબંધી બાદ કર્મચારી અને ઓફિસરોએ રજાના દિવસે પણ કામગીરી બજાવી હતી, જેનું વળતર કર્મચારીઓને હજુ સુધી ચૂકવાયું નથી. બેન્ક યુનાઇટેડ ફોરમ એસોસિયેશન તેને સખત શબ્દોમાં વખોડે છે એટલું જ નહીં, નોટબંધીના કારણે બેન્કોના કારોબારને પણ માઠી અસર પહોંચી છે તથા સરકારની નીતિ વધુ ને વધુ બેન્કો ખાનગીકરણ તરફ ઢળતી હોવાથી બેન્ક એસોસિયેશન તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના પ્રેસિડેન્ટ આર.બી. સરૈયાના જણાવ્યા પ્રમાણે આવતી કાલની હડતાળના પગલે બેન્કોનું કામકાજ તદ્દન ઠપ થઇ જશે એટલું જ નહીં, પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલનને વધુ વેગવાન બનાવવામાં આવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x