CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલ કૌભાંડનો કર્યો પર્દાફાશ.
ઉલ્લેખનીય છે કે તમામ માટે મકાન સુનિશ્ચિત કરતી પીએમએવાય સ્કીમ ઓક્ટોબર, 2015માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ આિર્થક રીતે નબળા વર્ગના લોકોને હોમ લોન આપવામાં આવે છે અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજમાં સબસિડી આપવામાં આાવે છે. વ્યાજમાં સબસિડીનો દાવો ડીએચએફએલ જેવી નાણાકીય સંસૃથાઓ દ્વારા કરવામાં આવે છે જે આ લોન આપે છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર ડીસેમ્બર, 2018માં ડીએચએફએલએ પોતાના રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે પીએમએવાય હેઠળ 88,651 લોનની પ્રોસેસ કરી છે અને 539.4 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે.
જો કે ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં. જે પૈકી અનેક ખાતા પીએમએવાય સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા હતાં. ડીએચએફએલની બાંદ્રા બ્રાન્ચ દ્વારા આ નકલી ખાતાઓ માટે પીએમએવાય સ્કીમ વ્યાજમાં સબસિડીનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 2007થી 2019 દરમિયાન આ લોન ખાતાઓમાં 14,046 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં સીબીઆઇએ વાધવાન ભાઇઓ અને યસ બંકના રાણા કપૂર સામે ચાર્જશીટ દાખલ કરી હતી.