ગુજરાત

ઝાયડસ કંપનીએ કોરોનાના ઈલાજમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ.899 કરાયો

અમદાવાદ :

કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે તેના દર્દીઓને રાહત થાય તેવા સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં એક તરફ નવા કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેવા સમયે કોરોનાના ઈલાજમાં વપરાતા એન્ટી વાઇરસ ડ્રગ ઇન્જેક્શન રેમડેસિવિર બનાવતી ઝાયડસ કેડિલાએ આ ઇન્જેકશનના ભાવમાં 68% જેવો ઘટાડો કર્યો છે. કંપનીએજાહેરાત કરી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ.899 કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઝાયડસે ઓગસ્ટ 2020માં રેમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું હતું. આ ઇન્જેક્શન ગંભીર અવસ્થામાં રહેલા કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે.કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયમાં અમારો હેતુ લોકોને પરવડે તેવો ઈલાજ પૂરો પાડવાનો છે.કોવિડના ઇલાજમાં રેમડેક એક અગત્યની દવા છે. અમને આશા છે કે આ ભાવ ઘટાડાથી સમાજના દરેક વર્ગના લોકોને રેમડેક સરળતાથી અને પરવડે તેવા ભાવે ઉપલબ્ધ બનશે.ઝાયડસ કેડિલા છેલ્લા એક વર્ષથી કોરોનાની રસી વિકસાવવા ઉપર પણ કામ કરી રહી છે. હાલમાં ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે. કંપનીને અગાઉ જણાવ્યા મુજબ વેક્સિનના પહેલા બે તબક્કામાં સારા અને પ્રોત્સાહક પરિણામો મળ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x