ગાંધીનગરગુજરાત

વડાપ્રધાન આગમન ટાણે પાટનગરને કિલ્લેબંધી : 2500 પોલીસ ખડકાશે

ગાંધીનગરઃ
ગુજરાતમાં સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે 8મી માર્ચે મહિલા દિવસે ગાંધીનગરમાં વડાપ્રધાનનાં આગમનને લઇને પોલીસની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે વડાપ્રધાનની સલામતી તથા આંદોલનકારી–ને ખાળવા માટે 8મી માર્ચે 2500થી વધુ પોલીસને પાટનગરમાં ખડકી દેવામાં આવશે.
ગાંધીનગરમાં વિવિધ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં આગમનને લઇને પોલીસની જવાબદારી વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાનની હાજરીમાં વિરોધનો કે સુરક્ષાને લગતી કોઇ ઘટના ન બને તે માટે ડીઆઇજી કક્ષાનાં 3 અધિકારી– તથા 8 એસપીને જવાબદારી સોપવામાં આવી છે. 8મી માર્ગે ગાંધીનગરમાં 2500થી વધુ પોલીસ 500થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે. જેમાં 30 ડીવાયએસપી, 70 પીઆઇ, 130 પીએસઆઇ, 1300 પોલીસ, 400 મહિલા પોલીસ, 180 ટ્રાફિક પોલીસ તથા હથીયારબધ્ધ 6 એસઆરપી કંપનીને કામે લગાડવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x