હુમલાનું કાવતરૂ નહોતુ, ક્ષણિક આવેશમાં જુતૂં ફેક્યુ હતુ : ગોપાલ પટેલ
ગાંધીનગર:
વિધાનસભા ગૃહની બહાર મિડીયા ગેલેરીમાં ગૃહમંત્રી પર જુતૂ ફેકનાર ગોપાલ ઇટાલીયાનાં રવિવારે રીમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરતા સાબરમતી જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જયારે સોમવારે તેમની જામીન અરજી પર સુનવણી થશે. ગોપાલની રીમાન્ડ દરમિયાન થયેલી પુછપરછમાં ગૃહમંત્રી પર પહેલાથી હુમલાનું કોઇ આયોજન ન હોવાનું તથા ક્ષણીક આવેશમાં આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે.
પોલીસે કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કોની દોરવણીથી આવુ કર્યુ તે જાણવા પુછપરછ કરવા બે દિવસનાં રીમાન્ડ લીધા હતા. પરંતુ ગોપાલની પુછપરછ દરમિયાન ક્ષણીક આવેશમાં આવુ કરવા સિવાય કોઇ તથ્ય કે કોઇની દોરવણી સામે આવી નથી. ઇન્વેસ્ટીગેશન ઓફિસર એલસીબી પીઆઇ પી બી ચૌહાણ સાથે ગોપાલની પુછપરછમાં શું બહાર આવ્યુ તે અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે ગોપાલ અગાઉ પણ ઘણી વખત સચિવાલય આવી ચુક્યો છે તેમ આ વખતે પણ આવ્યો હતો. જયાં એક પત્રકારને મળવા માટે મિડીયા ગેલેરીમાં ગયો હતો. તેમણે હુમલો શા માટે કર્યો તે અંગે ગોપાલને પુછ્યુ ત્યારે તેમની પાસે કોઇ જવાબ ન હતો.