ગુજરાતના વિકાસનું ખોખલું રૂપ મોદીને દેખાડશું: અલ્પેશ ઠાકોર
ગાંધીનગરઃ
8 માર્ચે વિશ્વ મહિલા દિવસે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી આવનારા 6 હજાર મહિલા સરપંચોને સંબોધન કરશે. બીજી તરફ આંગણવાડી તેમજ આશાવર્કર બહેનો વેતનવૃદ્ધિના પ્રશ્ને મહાત્મા મંદિર ખાતે જઈને મોદી પાસે જવાબ માંગવા જશે.
આ મુદ્દે આંદોલનને સમર્થન આપી રહેલા ઓએસએસ એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, અમે ગુજરાતના વિકાસ મોડેલનું ખોખલું સ્વરૂપ વડાપ્રધાન મોદીને દેખાડીશું. કારણ કે, આ વિકાસ મોડેલનું અસ્તિત્વ ફક્ત કાગળ ઉપર જ છે.