ગાંધીનગરગુજરાત

મધૂર ડેરી દ્વારા પાર્કીંગ પ્લોટમાં 1200 જણા માટે રસોડુ ઉભુ કરાયું

gnd-madhur_1488918450ગાંઘીનગરઃ 
ગાંધીનગરની મહેમાન બનેલી પરપ્રાંતની મહિલા સરપંચોએ બપોરના સમયે ગુજરાતી ભોજનનો સ્વાદ માંણી આનંદની અનુભૂતી વ્યક્ત કરી હતી. મહેમાનો માટે મધૂર ડેરી દ્વારા પાર્કીંગ પ્લોટમાં 1200 જણાં માટે ખાસ રસોડુ ઉભુ કરાયું હતું. ગઇ રાતથી રસોડુ ધમધમતુ શરૂ થયુ હતું. મોહનથાળ, ઢોકળા અને ગુજરાતી દાળ-ભાતનો પરપ્રાતની મહિલાઓને ચસકો લાગ્યો લાગ્યો હતો.
વિશ્વ મહિલા દિન નિમિત્તે ગાંધીનગર ખાતે પીએમની હાજરીમાં બુધવારે યોજનારા સમારોહમાં વિવિધ રાજ્યોમાંથી ગાંધીનગર આવેલી 845 મહિલા સરપંચ અને તેમની સાથે આવેલા પરિવારના સભ્યો માટે મધૂર ડેરી દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોહનથાળ, ઢોકળા, પુરી, બટાટાનું શાક, ચણા અને પાપડ તેમજ ગુજરાતી દાળ સાથે ભાત સહિતની વાનગી પિરસવામાં આવી હતી. ખાસ કરીને મોહનથાળ અને ગુજરાતી દાળ-ભાતની વાનગી ખુબ સ્વાદીષ્ટ લાગી હોવાની લાગણી મહેમનોએ વ્યક્ત કરી હતી.
જો કે મહિલા સરપંચો અને તેંમની સાથે આવેલા પરિવારના સભ્યો તેમજ તેમની આગતાસ્વાગતા માટે રોકાયેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને એસ.ટી ડેપોના સ્ટાફ સહિત અનેક લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મધૂરના ચેરમેન ડો.શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 1200 લોકો માટે રસોઇ બનાવવામાં આવી હતી. મધૂર દ્વારા મહિલા સરપંચોને મોહનથાળના પેકેટ સાથેની એક કિટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x