ગુજરાત

અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ, સરકારી હોસ્પિટલો થઇ ફૂલ

સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે. 1200 બેડની હોસ્પિટલમાં ICU બેડની અછત ઉભી થઈ છે. હોસ્પિટલ તંત્રએ SRP અને પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે. બેડ ન મળતા દર્દીઓના પરિવારજનો હોબાળો ન કરે તે માટે બંદોબસ્ત માંગ્યો છે. સિવિલમાં મોડી રાતથી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

અમદાવાદમાં દર 100માંથી 30 કેસ પોઝિટિવ

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદ અને સુરતમાં તો કોરોના બેકાબુ બની રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 798 નવા કેસ સામે આવ્યા હતા. એગ્રેસિવ ટેસ્ટિંગ માટે બનાવેલ ડોમોમાં વહેલી સવારથી જ ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લાગી રહી છે. આધારભૂત્ર સૂત્રો મુજબ મળતી માહિતી મુજબ અમદાવાદમાં દર 100માંથી 30 કેસ પોઝિટિવ આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં કોરોના બન્યો બેકાબુ 

સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.  સિવિલ કેમ્પસમાં આવેલી તમામ હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે. સિવિલના વોર્ડ ફુલ થતા મોટો નિર્ણય લેવાયો  છે. કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે ટ્રાન્સફર કરાઇ છે. મંજુશ્રીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.  સિવિલમાંથી દર્દીઓ મંજુશ્રી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે.

અમદાવાદમાં દૈનિક 700ને પાર પહોંચી રહ્યાં છે કોરોનાના કેસો

લોકડાઉન કે કરફ્યુની ચર્ચા વચ્ચે કોરોનાએ રફ્તાર પકડી છે. અમદાવાદમાં કોરોનાના 798 નવા કેસોનો ઉમેરો થતા જ રોજના લગભગ 700 કેસ આવી રહ્યા છે. શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન 300એ પહોંચવાની શક્યતા  છે.

હાલ કુલ 293 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ 

શહેરમાં હાલ કુલ 293 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. ચાંદલોડિયાની જય અદિત પાર્ક સોસાયટી આખી કોરોનાએ બાનમાં લીધી છે. જય અદિત સોસાયટીના 79 ઘરોમાં રહેતા  264 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે. જોધપુરના 28 ઘરો જેમાં 112 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મુકાયા છે અને થલતેજના 21 મકાનોના 125 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ મુકાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x