આરોગ્ય મંત્રીનું નિવેદન: BJPની ચૂંટણી સભાઓને કારણે નહીં પરંતુ લોકોના કારણે ફેલાઈ રહ્યો છે કોરોના
સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે હિમાચલ પ્રદેશના આરોગ્ય પ્રધાન ડો.રાજીવ સહજલે મોટું અને વિવાદિત નિવેદન આપ્યું છે. મંત્રી કહે છે કે લોકોની ઢીના કારણે કોરોના ફેલાઇ રહ્યો છે. ભાજપ આરોગ્યમંત્રીએ રાજધાની શિમલામાં મંગળવારે બપોરે પત્રકારો સાથે વાતચીત કરતાં આ વાત કરી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડ, કોવિડ નિયમોના ઉલ્લંઘનના સવાલ પર સહજલે કહ્યું હતું કે ભાજપની ચૂંટણી સભાઓમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, કોઈએ માસ્ક કાઢ્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે મારા ખિસ્સામાં હંમેશાં સેનિટાઇઝર રહે છે. એક તરફ આવું નિવેદન આપ્યું તો બીજી તરફ એમ પણ કહ્યું કે મોટા કાર્યક્રમોમાં ઘણીવાર નાની નાની ચૂક થઇ જતી હોય છે.
ભાજપ નેતા અને આરોગ્યમંત્રીના આ નિવેદન બાદ, આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડે કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી જાહેર સભા કરી શકે છે ત્યારે વિરોધી પક્ષો કેમ નહીં?