ગુજરાત ભાજપના નેતાનું કોરોનાથી થયું મોત, સારવાર દરમ્યાન થયું મૃત્યુ
કોંગ્રેસના અહેમદ પટેલનું કોરનાથી મોત થઈ ચુક્ય છે જ્યારે ભાજપના અભય ભારદ્વાજનું પણ કોરોનાથી મોત થયુ હતુ એ સિવાય પણ ઘણા ધારાસભ્યો, સાસંદસભ્યો અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ, સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
ગુજરાતમાં કોરોના બેકાબૂ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4598 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે