આ રાજ્યના બધા જ શહેરોમાં 2 દિવસનું લોકડાઉન, શનિવાર અને રવિવારે બધુ બંધ
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના બધા મોટા અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મોટો નિર્ણય લીધી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં બે દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશના બધા જ શહેરી વિસ્તારોમાં બે દિવસ માટે લોકડાઉન રહેશે.
પહેલા નાઈટ કર્ફ્યૂ પણ લગાવ્યું
આ પહેલા બુધવારે રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યના બધા જ શહેરી વિસ્તારોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી અને આજે હવે વિકેન્ડ લોકડાઉન પણ શહેરી વિસ્તારો કરી દેવામાં આવ્યું છે. આ પહેલા રાજ્ય માટે નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના બધા જ સરકારી ઓફિસોમાં પાંચ દિવસ જ કામ કરવામાં આવશે અને ટાઈમિંગ પણ નક્કી કરવામાં આવી હતી.
સંપૂર્ણ લોકડાઉન નહીં કરીએ : સરકાર
આ સિવાય રાજ્યના છિન્દવાડામાં આજેથી સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. સરકાર કહી રહી છે કે સંપૂર્ણ લોકડાઉન કરવાની દિશામાં નહીં જવામાં આવે. સંક્રમણને રોકવા માટે જે જરૂરી પગલાં હશે તે લેવામાં આવશે. આ સિવાય માસ્ક અને સોશ્યલ ડિસ્ટસન્સ માટે રાજ્યના લોકોને જાગરૂક કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.