ધર્મ દર્શન

10 એપ્રિલથી શુક્રનું મેષ રાશિમાં ગોચર ભ્રમણ શરૂ થશે, મેષ, મિથુન સહિત 8 રાશિના જાતકોને ફાયદો થશે

અગામી તા.10 ના રોજ મંગળની મેષ રાશિમાં પ્રવેશ કરશે જે સતત 24 દિવસ પરીભ્રમણ કરશે. આ અંગે જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર જ્યોતિષ શાસ્ત્રની પરીભાષામાં શુક્રને (બેકી) સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને તેને દૈત્યગુરૂ કહેવામાં આવે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ તેમજ કન્યા રાશિમાં નીચ થાય છે શુક્રનું મુળ કારકતત્વ પ્રેમ, સ્નેહ, રોમાન્સ, નવી-નવી ચીજવસ્તુઓ, સારા કપડાં, લગ્ન જીવન, આવક, નારી, પત્ની, યૌન જીવનનું સુખ, ફૂલ, વાહન, ચાંદી, આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે. શુક્રનું રાશિ પરિવર્તન થવાથી આ મામલાઓ સંબંધી બદલાવ જોવા મળે છે. કુંડળીમાંનો શુભ શુક્ર સુખ, સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પરિભ્રમણ તમારી ચંદ્ર રાશિ માટે કેવું રહેશે તે અંગે જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર….

મેષ:- પ્રેમ, સ્નેહ થવાની સંભાવના. મોજ-શોખ પાછળ સમય અને નાણાં વપરાય. ધન અને સંપત્તિ પ્રાપ્ત થશે. સંપત્તિ, શેર માર્કેટમાં રોકાણ લાભકારક રહેશે.

વૃષભ:- વ્યસનો પાછળ ખર્ચમાં વધારો થાય. નોકરિયાતને પ્રમોશન મળી શકે. લગ્ન જીવનમાં સુમધુરતા આવે.

મિથુન:- શેરબજારથી આવક વધે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. ધન, સંપત્તિ, જમીન, મકાનો, વાહનો લેવાનો યોગ બને.

કર્ક:- કર્મચારીને માન સન્માન સાથે બઢતી મળી શકે છે. માતા સાથે બગડેલા સંબંધો સુધરે. નવા વાહનનો યોગ બની શકે છે.

સિંહ:- નવા કરારો થઈ નકે. ભાગ્ય ઉન્નતિ મહિલા દ્વારા સંભવ છે. નવા મિત્રની મદદથી નવો ધંધો થઈ શકે.

કન્યા:- વાણીમાં મીઠાશ વધે. ફસાયેલા ઉધરાણીના રૂપિયા પાછા આવી શકે. નવા રોકાણો કરવાથી લાભ.

તુલા:- લગ્રજીવનમાં ભંગાણની શક્યતા વધે. માનસિક સ્થિતિમાં હકારાત્મક વિચારો વધે. ભાગીદારીમાં ધનલાભ થાય.

વૃશ્ચિક:- વેપારીઓને દૈનિક વકરો વધે. કર્મચારીને બદલી સાથે મનગમતી જગ્યાએ બઢતી મળી શકે. વિદેશથી શુભ સમાચાર મળે.

ધન:- યુવા વ્યાવસાયિકો માટે વિદેશથી ઉત્તમ જોબ ઓફર મળશે. નવા તેમજ જુના મિત્રોની મુલાકાત. શેરબજારમાં રોકાણ કરવું ફળી શકે.

મકર:- જમીન-મકાન વાહન ખરીદી કરવા માટે ઉતમ યોગ. સોનામાં રોકાણ કરવાથી પણ લાભ મળશે. નવો ધંધો કરવા માટે અન્યનો સહકાર મળી શકે.

કુંભ:- ટૂંકા ગાળાના પ્રવાસ થાય. પાડોસી સાથે સંબંધમાં સુધારો થાય. દેવ મંદિરમાં ડોનેશન આપશો.

મીન:- કૌટુંબિક બગડેલ સંબંધો સુધરે. નાણાકીય સમૃદ્ધિ ઔચિંતી આવી શકે. કુટુંબ સુખમાં વધારો થાય. વાણીમાં મીઠાશ આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x