મનોરંજન

‘અનુપમા’ ફૅમ તસનીમ નેરુરકરનો રિપોર્ટ પોઝિટિવ

ભારતનો નંબર વન શો ‘અનુપમા’ના કલાકારો એક પછી એક કોરોનાનો ભોગ બની રહ્યાં છે. હવે સિરિયલમાં રાખીનો રોલ પ્લે કરતી તસનીમ નેરુરકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તસનીમે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

તસનીમે કહ્યું હતું, ‘હું તમામને કહેવા માગીશ કે કેટલાંક દિવસ પહેલાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ હું પૂરી હિંમત સાથે લડી રહી છું. મને ખ્યાલ છે કે હું આમાંથી સ્ટ્રોંગ થઈને બહાર નીકળીશ. તે તમામને વિનંતી છે કે છેલ્લાં થોડાં દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ કોવિડ 19નો ટેસ્ટ કરાવી લો અને ક્વૉરન્ટીન થઈ જાવ. ફિઝિકિલી બહુ જ જલ્દી તમને મળીશ. હું વચન આપું છું કે મારી કોવિડ જર્નીની અપડેટ આપતી રહીશ, જેથી લોકોને ખ્યાલ આવે કે આ દરમિયાન મારી સાથે શું બન્યું છે.

આ પહેલાં રૂપાલી ગાંગુલી-સુધાંશુ પાંડેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તથા અન્ય ત્રણ ક્રૂ મેમ્બર્સનો કોરોનાનો રિપોર્ટ ગઈ કાલે એટલે કે 2 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં સિરિયલમાં કામ કરતાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ હતો. ત્યારબાદ 3 એપ્રિલે સિરિયલના પ્રોડ્યૂસર રાજન સાહી તથા વનરાજ શાહનો રોલ પ્લે કરતાં એક્ટર સુધાંશુ પાંડે પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં.

રાજન શાહીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોરોનાના લક્ષણો હતા અને આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું તાત્કાલિક આઈસોલેટ થઈ ગયો છું. હું ઘરમાં જ છું. હું ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરું છું. મહેરબાની કરીને સલામત રહો અને તમારી તથા તમારા આસપાસના લોકોની કાળજી રાખો. આ આપણા માટે ઘણો જ મુશ્કેલ સમય છે, પરંતુ હિંમતવાન બનો, માસ્કો પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સો. ડિસ્ટન્સિંગ જાળવો. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.’

ફેબ્રુઆરીમાં પારસ કલનાવતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો  ટીવી એક્ટર પારસ કલનાવત હાલમાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ 19નો ટેસ્ટ ફેબ્રુઆરીમાં પોઝિટિવ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી પારસની તબિયત સારી નહોતી. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા હાલમાં સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પારસના પિતાનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x