ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાનના ગલ્લા બંધ રાખવાનો કલેકટરનો આદેશ

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ પાનના ગલ્લાઓ અને પાન – પાર્લરો તા. 13 એપ્રિલ, 2021 થી તા. 30મી એપ્રિલ, 2021 દરમ્યાન સંપૂર્ણ બંધ રાખવા માટેનો આદેશ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ કર્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જાહેરનામાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારતથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ (CoVID–19) ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા તથા કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

હાલમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જાહેર હિતમાં કોરોના સંક્રમણને અટકાવવા પગલાં લેવા અત્યંત જરૂરી જણાય છે.પાન-મસાલા, તમાકુ આદિના સેવન તથા પાનના ગલ્લાંઓ પર થતી ભીડના કારણે કોરોના સંક્રમણ થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. જેના અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ફેલાતું અટકાવવા, જાહેર આરોગ્ય અને સુખાકારી માટે આગામી તા. 13 થી 30મી એપ્રિલ, 2021 સુધી ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ પાનના ગલ્લાઓ અને પાન-પાર્લરો સંપૂર્ણ બંધ રાખવા માટે હુકમ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં ફરજ પરના હાજર એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તેમજ પોલીસ વિભાગના હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરનો હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને તેમજ ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ડ્રગ્સ ઇન્સપેક્ટર કે તેથી ઉપરોનો હોદ્દો ધરાવનાર અધિકારીઓને તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરૂધ્ધ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x