લોકડાઉનની વધતી શક્યતાઓ વધી, દરેક રાજ્યના રાજ્યપાલો સાથે PM મોદી કરશે બેઠક
ગાંધીનગર :
દેશમાં કોરોનાના વધતા કેસ અને લોકડાઉનની વધતી શક્યતાઓની વચ્ચે પીએમ મોદી અલગ-અલગ રાજ્યોના રાજ્યપાલો સાથે મીટિંગ કરશે. 14 એપ્રિલના થનારી આ મીટિંગમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ પણ સામેલ હશે. દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણને બેકાબૂ જોતા લોકડાઉન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ પહેલા કોરોનાની સ્થિતિ પર સમીક્ષા માટે પીએમ મોદીએ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. જો કે પીએમ મોદીએ કોરોના સામેની લડાઈમાં લોકડાઉનની ના કહી હતી.
છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોનાના એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે 1.70 લાખની આસપાસ કેસ સામે આવ્યા છે, તો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ અત્યાર સુધીના તમામ રોકૉર્ડ તોડી દીધા છે. કોરોનાના 70 ટકાથી વધારે કેસ ફક્ત 5 રાજ્યોમાંથી છે જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. વિધાનસભા ચૂંટણીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વધવો શરૂ થઈ ગયો છે.