ગાંધીનગર

કોરોનાથી સાવચેતી રાખીએ પણ વિકાસને ન રોકીએના મંત્ર સાથે ચેમ્પ્સ એકેડેમીના નવા શૈક્ષણિક સંકુલનો થયેલો શુભારંભ

ગાંધીનગર :

ગાંધીનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ચેમ્પ્સ એકેડેમીનું નવું અદ્યતન સવલતો સાથેનું શૈક્ષણિક સંકુલ આજથી સેકટર-૨૧માં કાર્યરત થયું છે. ચેમ્પ્સના ડાયરેકટર શ્રી કેવલભાઈ ત્રિવેદીએ અદ્યતન સંકુલના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ, ઓએચપી, સ્માર્ટ બોર્ડ સાથેની અદ્યતન સવલતો સાથે વિદ્યાર્થીઓને અહીં તૈયાર કરવામાં આવશે. વિદ્યાભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીઓનો સમગ્રતયા વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ચેમ્પ્સના નવા અદ્યતન શૈક્ષણિક સંકુલને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, ચેમ્પ્સના અનુભવી પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ આઈઆઈટી, જેઈઈ, તબીબી અને ફાઉન્ડેશન કોર્સ માટે તૈયાર કરીને તેમનું ઉજ્જવળ ભાવી સુનિશ્ચિત કરી રહ્યા છે એ સરાહનીય બાબત છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચેમ્પ્સના ડાયરેકટર શ્રી કેવલભાઈ ત્રિવેદીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, ચેમ્પ્સ એકેડેમીના વિદ્યાર્થીઓ અહીં હકારાત્મક પદાર્થપાઠ શીખીને એમના વ્યક્તિત્વનું આગવું પાસુ અવશ્ય બહાર લાવી શકશે.

બે દાયકાથી વધુ શૈક્ષણિકકાર્ય અનુભવ ધરાવતા તજજ્ઞ ફેકલ્ટી દ્વારા ચેમ્પ્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના તમામ પગલાં લઈ રહ્યા છે. ગત વર્ષે ચેમ્પ્સના તમામ વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરીને એમની ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ આદર્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની નવી ગાઇડ લાઇન મુજબ ચેમ્પ્સ એકેડેમી દ્વારા ગત વર્ષથી અંગ્રેજી માધ્યમ ઉપરાંત ગુજરાતી માધ્યમનું પણ કોચીંગ અસરકારક રીતે શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાંથી અત્યંત સાનુકુળ પ્રતિભાવ સાંપડી રહ્યો હોવાનું શ્રી કેવલ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું.

શ્રી કેવલભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, કોરોના મહામારીના કપરા કાળમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય અને એમની શૈક્ષણિક પ્રક્રિયામાં પણ રૂકાવટ ન આવે એ રીતે ચેમ્પ્સ એકેડેમીએ ઓનલાઈન શિક્ષણ કાર્યની સુદ્રઢ વ્યવસ્થા છેલ્લા સવા વર્ષથી અમલમાં મૂકી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના આ સંદર્ભે સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યા છે. ઈશ્વરની કૃપા અને એકેડેમીની સાવચેતીના પરિણામે ચેમ્પ્સ એકેડેમીના કોઈપણ વિદ્યાર્થીને અત્યાર સુધી કોઈ સંક્રમણ થયું નથી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ ઉપરાંત ડાઉટ સોલ્વીંગ, વન ટુ વન ડિસ્કશન, ઓનલાઈન એકઝામ, કોમ્પ્રિહેન્સીવ મટિરીયલ વગેરે અદ્યતન સવલતો અને સાયંન્ટિફિક એપ્રોચ દ્વારા ચેમ્પ્સમાં વિદ્યાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે. કોરોનાથી સાવચેત ચોક્કસ રહીએ પણ વિકાસને ન રોકીએ એ સૂત્ર સાથે ચેમ્પ્સ એકેડેમી શૈક્ષણિક કાર્ય નિષ્ઠાપૂર્વક આગળ ધપાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x