સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 1 હજાર 835 લોકોનો વધારો
દેશમાં મંગળવારે 1 લાખ 85 હજાર 104 નવા દર્દીઓ સામે આવ્યા. 82,231 લોકો સ્વસ્થ થયા અને 1,026 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 1 હજાર 835 લોકોનો વધારો થયો છે. નવા દર્દીઓનો આંકડો તો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે પરંતુ પહેલી વખત એક્ટિવ કેસમાં પણ એક લાખથી વધુનો વધારો નોંધાયો છે. મોતનો આંકડો પણ આ વર્ષે પહેલી વખત 1,000ને પાર થઈ ગયો છે. ગત વર્ષે મહામારીની પહેલી લહેરમાં સૌથી વધુ 1,281 લોકોના મોત 15 સપ્ટેમ્બરનાં રોજ થયા હતા.
દેશમાં કોરોના મહામારી આંકડામાં
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 1.85 લાખ
છેલ્લાં 24 કલાકમાં કુલ મોતઃ 1,026
છેલ્લાં 24 કલાકમાં કુલ સ્વસ્થ થયાઃ 82 હજાર
છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીઃ 1.01 લાખ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થઈ ગયાઃ 13.87 કરોડ
ભારતમાં અત્યાર સુધીમાં સ્વસ્થ થયાઃ 1.23 કરોડ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનના દર્દીઓના મોતઃ 1.72 લાખ
ભારતમાં અત્યાર સુધીમાં સારવાર કરી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 13.60 લાખ
કોરોના અપડેટ્સ
- હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ દેશવ્યાપી વેક્સિન ઉત્સવના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે લગભગ 40 લાખ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. આ રીતે અત્યાર સુધીમાં કુલ 11.43 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પહેલાં સોમવારે 37 લાખ 63 હજાર 858 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
- રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSEની 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી છે. તેઓએ કહ્યું કે દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પરીક્ષા કરાવવી ખતરાથી વધુ નથી.
- દેશમાં કોરોનાની બીજી લહેરની અસર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. સૂત્રોનું માનવામાં આવે તો સુપ્રીમ કોર્ટના સ્ટાફના અનેક મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો કોન્ફરન્સિંગથી થશે. તમામ જજ આ દરમિયાન પોતાના નિવાસસ્થાનેથી જ કામ કરશે. આ દરમિયાન કોર્ટની અલગ અલગ બેંચ નિશ્ચિત સમયથી એક કલાક મોડી બેસસે અને સુનાવણી કરશે.