રાજ્યમાં કોરોનાનાં નવા 7410 કેસ, 73 દર્દીઓના મૃત્યુ તેમજ 2642 સાજા થયા
ગાંધીનગર :
રાજ્યમાં આજે 14 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 માર્ચથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. આ સાથે જ 7 એપ્રિલથી દૈનિક કેસોમાં સરેરાશ 500 કેસોનો વધારો થતો રહ્યો છે, નવા કેસ વધવાની સાથે મૃત્યુ અને એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.
7410 કેસ, 73 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 14 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 7410 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 73 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 25 (1 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 9 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 7(1 મૃત્યુ જિલ્લામાં), બનાસકાંઠામાં 2, જુનાગઢમાં 2 (1 મૃત્યુ જિલ્લામાં), અમરેલી-ડાંગ-ગાંધીનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,995 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,67,616 થઇ છે.
અમદાવાદમાં 2491 અને સુરતમાં 1424 કેસ
રાજ્યમાં આજે 14 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2491, સુરતમાં 1424, રાજકોટમાં 551, વડોદરામાં 317, જામનગરમાં 189, ભાવનગરમાં 84, ગાંધીનગરમાં 58 અને જુનાગઢમાં 54 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2400 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.
એક્ટીવ કેસ વધીને 39250 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 13 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 34,555 એક્ટીવ કેસ હતા, જે આજે 14 એપ્રિલે વધીને 39250 થયા છે.જેમાં 254 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 38,996 લોકોની સારવાર ચાલી રહી છે.
2642 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 14 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2642 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,23,371 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 87.96 ટકા થયો છે.