ગુજરાતમાં આજે 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો
ગાંધીનગર :
ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે.