આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

મોદી સરકાર છે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી અસંભવ છે.

The Pakistan Cricket Board
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના ચેયરમેન શહરયાર ખાન નું જણાવ્યું છે કે ભારતમાં મોદી સરકાર છે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી અસંભવ છે. ભારત ની સરકાર આવું કોઇદિવસ નહં થવા દે તે નથી ઇચ્છતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મજબૂત રમત ના સંંબંધ બંધાય. ઉલ્લેખનિય છે કે બીસીસીઆઇ એ થોડા દિવસ પહેલા સરકાર ને જણાવ્યું હતું કે હવે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિક્રેટ શ્રુંખલા થવી જોઇએ. પીસીબી ચેયરમેન શહરયાર ખાને બોર્ડ ઓફ ગવર્નસ ની એક બેઠકમાં જણાવ્યું કે બીસીસીઆઇને જલ્દી કાનૂની નોટીસ મોકલવામાં આવશે. તે પછી પીસીબી આઇસીસી વિવાદ નિવારણ સમિતિ સામે મામલો નોંધાવવામાં આવશે. હાલમાં કોઇ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની કોઇ સંભાવના નજર નથી આવતી. ભૂતકાળમાં તનાવ થતા રહ્યા છે પરંતુ ક્રિકેટ તો રમાતું રહ્યું છેપરંતુ મોદી સરકાર છે ત્યાં સુધી તે સંભવ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x