આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતના સિનિયર ડોક્ટરે નીતિન પટેલને કહ્યું આટલા મૃત્યુ બાદ ઘાતકી સ્થિતિમાં પણ લોકડાઉન કેમ નહિ ?

અમદાવાદ :

ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 3 હજારને પાર થઈ ગઈ છે ગઈ કાલે એક દિવસની અંદર અમદાવાદમાં કોરોનાના 3 હજાર 241 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ કોરોનાના વધતા કેસો સામે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેને પગલે DyCM નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નીતિન પટેલ અમદાવાદની UN મેહતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અહીં બેઠક યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આરોગ્ય અગ્રસચિવ, આરોગ્ય કમિશનર પણ જોડાયા હતા. તેમણે અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા અંગે માહિતી મેળવી હતી અને વણસતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું ઈલાજ થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા શરૂ કરી હતી.

શું કહ્યુ નીતિન પટેલે?

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે નીતિન પટેલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા જ્યાં DyCM નીતિન પટેલે રાજ્યની સ્થિતિને લઈને નિવેદન આપ્યું છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. કોરગ્રુપની સૂચના પ્રમાણે કામગીરી ચાલી રહી છે. 108માં અનેક ઘણા કેસ આવી રહ્યાં છે. 108માં હજુ પણ 300-400 કોલનું વેઇટિંગ છે. ડૉક્ટર્સ અને સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યા છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા કરાઇ છે. 50 ટન કરતા વધુ ઓક્સિજન રોજનો વપરાય છે. જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે. ઓક્સિજન લેવલ 85થી નીચે જાય તો જ દાખલ થવાનો આગ્રહ રાખો.

લોકડાઉન માટે સરકારને કરી વિનંતી

ડો. વસંત પટેલની લોકડાઉન માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. ડો. વસંત પટેલ કહે છે કે હાલ ગુજરાતમાં કોરોનાની ઘાતકી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોમાં એક સાથે વધુ કેસો જોવા મળી રહ્યા છે એટલું જ નહી પણ કોરોનાને કારણે મોતનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. લોકો મૃત્યુ પામી રહ્યાં છે અને આ દુર્ઘટનાને રોકવાનો એક જ રસ્તો છે લોકડાઉન. લોકડાઉન સિવાય કોઇ રસ્તો નથી. કલાકારો, વેપારી, ડોક્ટરો, સંતો બધા લોકડાઉન ઇચ્છે છે.

ગુજરાત સરકારને કર્યા સવાલ

ડો. વસંત પટેલ વધુમાં કહ્યુ હતુ કે, CM સંવેદનશીલ છે તો આટલા મૃત્યુ બાદ પણ લોકડાઉન કેમ નહી? અમને સાચી પરિસ્થિતિ ખબર છે માટે વિનંતી કરીએ છીએ કે હવે લોકડાઉન એ એક માત્ર રસ્તો છે કોરોનાની મહામારીની ચેન તોડવાનો નહીં તો આ મહામારી હજુ વધુ તારાજી સર્જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x