કોરોનાની કોઈ જ વેક્સિન 100 ટકા અસરકારક નથી: AIMS ડાયરેક્ટર ગુલેરિયા
દેશમાં કોરોનાની બીજી લહેરમાં હવે એક જ દિવસમાં 2-2 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિ રસીકરણ પછી પણ એવી છે. દેશમાં જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસી આપ્યા પછી પણ પોઝિટિવ કેસના કેટલાક કિસ્સા સામે આવે છે. આનું કારણ શું છે? શું રસીનું કંઈ કામ નથી? અને કોરોનાની બીજી લહેરમાં દેશમાં શા માટે આટલા કેસ આવી રહ્યા છે? એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે આવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના કેસોમાં ઉછાળા માટે ઘણા પરિબળો જવાબદાર છે. પરંતુ બે મુખ્ય કારણો છે કે કેમ આ કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘કોરોના કેસોમાં વધારાના 2 મુખ્ય કારણો છે. પહેલું કે જ્યારે રસીકરણ જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં શરૂ થયું અને નવા કેસોમાં ઘણો ઘટાડો આવ્યો એટલે લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવાનું બંધ કરી દીધું. બીજું કારણ એ છે કે વાયરસ હવે આ લહેરમાં પરિવર્તિત થયો અને વધુ ઝડપથી ફેલાવા લાગ્યો છે.
યુનિવર્સિટી ઓફ શિકાગો લો સ્કૂલના પ્રિત્ઝકર સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર અનૂપ મલાણી દેશમાં કોરોના કેસોમાં વધારા પાછળનું બીજું સંભવિત કારણ આપે છે. તેમના કહેવા મુજબ વાયરસ ફરીથી લોકોને ચેપ પણ લગાવી રહ્યો છે. આ કેસમાં વધારો થવા પાછળનું એ પણ એક કારણ હોઈ શકે છે.
કેટલાક લોકોને કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ ચેપ લાગ્યો છે. આ જોતા કોઈના મગજમાં આ સવાલ આવે કે શું રસી કોરોનાને રોકવા માટે અસમર્થ છે? અને જો તે નિષ્ફળ છે તો તેની ઉપયોગીતા શું છે, કોઈ શા મા રસી લેશે? રણદીપ ગુલેરિયાએ આ રસી અંગેના મૂંઝવણને પણ દૂર કરી હતી. તેમણે કહ્યું, ‘આપણે યાદ રાખવું રહ્યું કે કોઈ પણ રસી 100 ટકા અસરકારક નથી. તમને ચેપ લાગી શકે છે. પરંતુ આપણા શરીરના એન્ટિ-વાયરસ આ આ કોરોના વાયરસને વધવા નહીં દે અને તમે ગંભીર રીતે બીમાર નહીં રહો.