તારક મહેતાનો એનિમેટેડ શો આજથી થશે શરૂ, જાણો કેટલા વાગે અને કઈ ચેનલ પર જોઈ શકાશે
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકપ્રિયતા જોઈને શોના મેકર્સ તેનું એનિમેટેડ વર્ઝન લાવ્યા છે. આ શોનું નામ છે ‘તારક મહેતા કા છોટા ચશ્મા'(Taarak Mehta Kka Chota Chashmah). આ શો ખાસ બાળકો માટે બનાવવામાં આવ્યો છે. નિર્માતાઓએ ઘોષણા કરી દીધી છે કે ‘તારક મહેતા કા છોટા છોટી ચશ્મા’ આવતીકાલેથી એટલે કે 19 મી એપ્રિલથી પ્રસારણમાં આવશે. આ શો બાળકો માટેની ચેનલ Sony Yay ચેનલ પર ટેલિકાસ્ટ થશે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના નિર્માતાઓએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શોના મહત્વપૂર્ણ પાત્ર પત્રકાર પોપટલાલ શોના એનિમેટેડ સંસ્કરણ વિશે માહિતી આપતા જોવા મળે છે. આ વિડિઓમાં પોપટલાલ કહે છે- પ્રિય દર્શકો, અમે તમારા માટે એક બીજો મનોરંજન શો તારક મહેતા કા છોટા ચશ્મા લાવી રહ્યા છીએ, જે તારક મહેતા કા ઉલટા ચશ્માને કાલ્પનિક દુનિયામાં લઇ જશે.
ક્યા અને ક્યારે જોઈ શકાશે શો
આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે – “જો તમે અમારા જેમ જ હૃદયથી બાળક છો, તો તારક મહેતા કા ઉલટા ચશ્માંનું એનિમેટેડ સ્વરૂપને મળો. હવે તારક મહેતા કા ઉલટા ચશ્માને તારક મહેતા કા છોટા ચશ્મા તરીકે જુઓ 19 એપ્રિલ, સોમવારથી શુક્રવાર સવારે 11:30 વાગ્યે ફક્ત Soni Yay ચેનલ પર જુઓ. ”
તાજેતરમાં આ શોનો શીર્ષક ટ્રેક લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં તેના પાત્રોની ગજબ એક્ટિંગ બતાવવામાં આવી હતી. આ ટ્રેકમાં ચશ્માની સફર બતાવાઈ છે, જે ઉલટાથી છોટા તરફ લઇ જાય છે. નિર્માતાઓની સંપૂર્ણ યોજના એ છે કે આ શો દ્વારા ગુકુળધામ સોસાયટીનો નવો અવતાર દર્શકો સુધી પહોંચાડવો અને તેમનું ઘણું મનોરંજન કરવું.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી મુખ્ય શો લોકોને પસંદ આવે છે. હવે જોવાનું માત્ર એટલું રહે છે કે આ એનીમેટેડ વર્ઝન કેટલું પસંદ આવે છે. નિર્માતા આ શોને લઈને ખુબ એકસાઈટેડ છે.