મનોરંજન

અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો ‘વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો એટલે જલદી રિકવરી આવી’

ગુરુવારે અર્જુન રામપાલે કોરોનાથી રિકવર થયાની વાત શેર કરી. 17 એપ્રિલે એક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવ્યા પહેલાં અર્જુને વેક્સિન લીધી હતી. અર્જુને કહ્યું, વેક્સિનનો એક ડોઝ લેવાને લીધે જલદી સાજો થયો અને વાયરસથી એટલી અસર ના થઈ.

અર્જુને પોસ્ટમાં શું લખ્યું?
એક્ટરે ગુડ ન્યૂઝ આપતાં લખ્યું, દરેક પીડિત અને પોતાના મેમ્બરને ગુમાવી ચૂકેલા લોકો માટે હું પ્રાર્થના કરું છું. મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ભગવાન દયાળુ છે. જલદી સ્વસ્થ થવા પાછળ ડૉક્ટર્સ જવાબદાર છે, કારણ કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો, આથી વાયરસની અસર ઓછી થઇ ગઈ અને મને કોઈ લક્ષણ પણ દેખાતાં નહોતાં. હું દરેકને વિનંતી કરું છું કે શક્ય હોય તેટલી જલદી વેક્સિન લઇ લો અને પોતાનું ધ્યાન રાખો. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. પોઝિટિવ રહો, પણ પોઝિટિવ ના બનો. સુરક્ષિત રહો અને સ્માર્ટ રહો. આ સમય પણ વીતી જશે. લવ એન્ડ લાઈટ.

‘આપણા બધા માટે આ સમય ઘણો ડરામણો છે’
5 દિવસ પહેલાં અર્જુન રામપાલે પોસ્ટ શેર કરીને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ મારામાં કોઈ લક્ષણ નથી. મેં ઘરે જ પોતાને ક્વોરન્ટીન કર્યો છે અને મેડિકલ કેર કરી રહ્યો છું. જરૂરી પ્રોટોકોલનું પણ ધ્યાન રાખી રહ્યો છું. છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તો બધા ધ્યાન રાખે અને જરૂરી સાવધાની રાખે. આપણા બધા માટે આ સમય ડરામણો છે, પરંતુ આપણે થોડા જાગ્રત રહેવાની જરૂર છે. પોતાનું ધ્યાન રાખો. આપણે સાથે મળીને કોરોના સામે લડી શકીએ છીએ.

સોનુ સૂદ પણ કોરોનાની ઝપટમાં
દેશના અનેક લોકોની મદદ કરવા પડખે ઊભો રહેલો એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોનુએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. પોસ્ટમાં સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટીન કરી લીધો છે. ચિંતા જેવું કઈ નથી. ઊલટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારી સાથે જ છું.

છેલ્લા ઘણા દિવસથી સેલેબ્સ કોરોનાની ઝપેટમાં
અર્જુન રામપાલ અને નીલ નીતિન મુકેશ પહેલાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, સુમિત વ્યાસ અને પવન કલ્યાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં અક્ષય કુમાર, ગોવિંદા, વિકી કૌશલ, આમિર ખાન, કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, પરેશ રાવલ, સતીશ કૌશિક, આશુતોષ રાણા સહિત અન્ય ઘણા સેલેબ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે. ઘણા કોરોનાને હરાવીને રિકવર પણ થઇ ગયાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x