‘બાહુબલી’ને કારણે 12 હજાર લોકોને મળી રોજગારી, જાણો પડદા પાછળની વાતો
મુંબઈઃ
બોક્સ ઓફિસ અત્યાર સુધીની તમામ ફિલ્મ્સના રેકોર્ડ તોડીને યોજનો દૂર આગળ નીકળેલી ‘બાહુબલી 2’ ના મેકિંગ સાથે અનેક રસપ્રદ વાતો સંકળાયેલી છે. આ ફિલ્મના ગુજરાતી સાઉન્ડ ડિઝાઈનર મનોજ એમ ગોસ્વામીએ અનેક એક્સક્લુઝિવ વાતો જણાવી હતી. જેમાં પ્રભાસના બે મહિના સુધી ઘરમાં પુરાઈ રહેવાથી લઈ આ ફિલ્મ દ્વારા 12000 લોકોને મળેલી રોજગારી સહિતની અનેક વાતો સામેલ છે. લાકડાને જમીન પર ઠપકારી કાઢ્યો બુલ દોડવાનો અવાજ
( 9 પાસ ગુજરાતીએ તૈયાર કર્યો ‘બાહુબલી 2’નો સાઉન્ડ, એક સમયે હતો પટ્ટાવાળો )
ફિલ્મમાં જે હજારો બુલ ભાગે છે, તે સાઉન્ડ લાકડાને જમીન પર પછાડી પછાડીને રિધમ ક્રિએટ કરી છે. ઘોડાની ટાપની સાથે લાકડા જમીન પર પછાડી એક નવો જ સાઉન્ડ બનાવ્યો અને બુલ દોડવાનો અવાજ તૈયાર કર્યો.
ટ્રીપલ એરોમાં ત્રણ તીર છૂટવાનો અવાજ સંભળાશે
ફિલ્મમાં સૌથી મુશ્કેલ સાઉન્ડ ડિઝાઈન અનુષ્કા શેટ્ટી(દેવસેન) જે ટ્રીપલ એરો ચલાવે છે, તે સિકવન્સ હતી. ટ્રીપલ એરોમાં ત્રણ તીરના અવાજ છૂટવા જરૂરી છે. જો એક જ એરોનો સાઉન્ડ હોય અને ત્રણ તીર છૂટે તો કેવું લાગે. આ સાઉન્ડ ધ્યાન દઈને સાંભળજો જ્યારે ત્રણ તીર છૂટે છે,ત્યારે ત્રણ સાઉન્ડ આવે છે.