ગાંધીનગર

ગાંધીનગર : મહાનગરપાલિકાનાં ભાજપના 6 કોર્પોરેટર અને કોંગ્રેસના 4 કોર્પોરેટરે 5 વર્ષમાં આ ગ્રાન્ટ જ ન વાપરી

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકાની વર્તમાન કોર્પોરેટર્સની ટર્મ ગઈકાલે ૫ મે ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. આજથી મહાનગરપાલિકામાં મ્યુ. કમિશનર વહીવટ સંભાળશે. ત્યારે મનપાની ટર્મ પૂરી થતાં જ 16 કોર્પોરેટર્સની વર્ષ 2019-20ની પેરાફેરી વિસ્તારની 3.12 કરોડની ગ્રાન્ટ ન વાપરતા સરકાર માં જમાં થઈ ગઈ હતી. પાંચ વર્ષ સુધી ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર્સે કામો ન ચિંધતા આ ગ્રાન્ટ લેપ્સ ગઈ છે. આ 16 કોર્પોરેટર્સમાં ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર, વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનો પણ સમાવેશ થાય છે. દેવેન્દ્રસિંહ સહિતના ભાજપના 6 સભ્યો અને કોંગ્રેસના વોર્ડ નં-5ના ચાર સભ્યોએ આ ગ્રાન્ટમાંથી એકપણ રૂપિયા ખર્ચ થયો નથી. જ્યારે ડે. મેયર, વિપક્ષના નેતા સહિતના 6 સભ્યોની ગ્રાન્ટમાંથી થોડા કામો થયો છે. મનપામાં સમાવિષ્ટ ગામડાઓના વિકાસ માટે પેરાફેરી ગ્રાન્ટ ફાળવાય છે. ત્યારે 2019-20માં 16 કોર્પોરેટર્સને 4,99,99,614 રકમ ફાળવાઈ હતી, જેમાંથી 6 સભ્યે 1,87,20,310ના કામ કરાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x