આરોગ્યરાષ્ટ્રીય

WHOએ કહ્યુ, ભારતની સ્થિતિ ચિંતાજનક, સરકારે કોરોનાના સાચા આંકડા દર્શાવવા જરુરી

WHOએ ભારતની બીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે કહ્યુ કે ભારતમાં આંકડા ચિંતા વધારનારા છે અને સરકારે યોગ્ય આંકડા દર્શાવવા જોઈએ.

એએનઆઈને આપેલા ઈન્ટર્વ્યૂહમાં સ્વામીનાથને કહ્યુ કે ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવાલ્યૂશ(આઈએચએમઈ)ના ઓગસ્ટ સુધી 10 લાખ લોકોના મોતનો અંદાજો હાલના આંકડાના આધારે વ્યક્ત કરવામા આવે છે. આમા આગળ ફેરફાર પણ થઈ શકે છે.

તેમણે કહ્યુ કે આ સમયે સ્થિતિ બહું ચિંતાજનક છે. ભારત અને દક્ષિણ એશિયાના બીજા દેશોમાં રોજના સંક્રમણના કેસ અને મોતોની સંખ્યા ચિંતાનો વિષય છે. તમામ દેશોએ ઓછા આંકડા દર્શાવ્યા છે. હકિકતમાં સંખ્યા કંઈક અલગ છે. સરકારે સાચા આંકડા દર્શાવવા જોઈએ.
ભારતના સ્વરુપને પહેલાથી WHO દ્વારા નિગરાની સ્પરૂપની શ્રેણીમાં રખાયો
સોમવારે ડબ્લ્યૂએચઓએ કહ્યુ હતુ કે ગત વર્ષે જોવા મળેલા ભારતીય વેરિએન્ટને આખી દુનિયાએ ચિંતાજનક ગણાવ્યો હતો. કેટલાક શરુઆતના પરિક્ષણોથી ખબર પડી હતી કે આ બહું ઝડપથી ફેલાય છે. WHOના કોવિડના ભારતીય સ્વરુપને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક સ્વરુપની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. WHOમાં કોવિડ 19 ટેક્નિકલ દળો સાથે જોડાયેલી ડો. મારિયા વેન કેરખોવે સોમવારે કહ્યુ કે સૌથી પહેલા ભારતમાં સામે આવેલા વાયરસના સ્વરુપને પહેલાથી WHO દ્વારા નિગરાની સ્પરૂપની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x