ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ક્યારે પૂરી થશે ? જાણો.
નવી દિલ્હીઃ
વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે જણાવ્યું કે પહેલી લહેરમાં જે રીતે કોરોનાના કેસો ઘટવા માંડ્યા હતા તેવી રીતે બીજી લહેરમાં નહીં ઘટે. તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની બીજી લહેર ઘટી છે પરંતુ કેસોમાં ઘટાડો આવતા હજુ થોડી વાર લાગશે અને જુલાઈ પહેલા તો કોરોનાના કેસોમાં ઘટાડો નહીં આવે. તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધી તો ચાલશે જ.
એક ઓનલાઈન ઈવેન્ટને સંબોધિત કરતા ડોક્ટર શાહીદ જમીલે જણાવ્યું કે કોરોનાની બીજી લહેરનું પીક આવ્યું છે તેવું કહેવું થોડું વહેલું છે. કોરોના પીકની બીજી બાજુ એ છે કે તે ઝડપથી ઘટવાની નથી. કોરોનાની બીજી લહેર થોડો વધારે સમય ચાલવાની છે. અર્થાત, જો બીજી લહેર નબળઈ પડવાનું શરુ થાય તો આપણે દરરોજ મોટી સંખ્યામાં કેસોનો સામનો કરવો પડશે.
જમીલે જણાવ્યું કે પહેલી લહેરમાં ધીમો ઘટાડો આપણે જોયો હતો પરંતુ યાદ રાખો આ વખતે સૌથી વધારે કેસોમાંથી નીચે આવવાનું છે. પહેલી લહેરમાં રોજના 96,000 થી 97,000 કેસો આવતા હતા પરંતુ બીજી લહેરમાં તો 4 લાખ કેસો આવી રહ્યાં છે અને તેથી આટલી મોટી સંખ્યામાં ઘટાડો થતા વાર તો લાગેને. અને આ દરમિયાન સાથે સાથે કેસો તો વધતા જ રહેવાના છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે. યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જોઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.