ગુજરાત

રાજકોટમાં વૃક્ષપ્રેમીએ એક એકર જમીનમાં 3 હજાર વૃક્ષ વાવી ઓક્સિજન પાર્ક બનાવ્યો

કોરોના સમયમાં ઓક્સિજનની કટોકટી લોકોને પર્યાવરણનું ખાસ્સું મહત્વ સમજાવી જાય છે, વૃક્ષો વાવો અને શુદ્ધ ઓક્સિજન મેળવો તે સુત્ર દરેક લોકો મનમાં રાખે તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાય રહે છે. જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. હવે ઘરે ઘરે બધા સમજી ગયા છે ત્યારે રાજકોટના વૃક્ષપ્રેમી ભરતભાઈ સુરેજાએ એક ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યુ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ઓક્સિજન પાર્કમાં ત્રણ હજાર જેટલા વૃક્ષો વાવી દીધા છે. જે કોરોનાના દર્દીઓ માટે અક્સીર સાબિત થઈ રહ્યાં છે. ભરતભાઇના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.

2016માં ભરતભાઇએ કોર્પોરેશનના બંજર પ્લોટમાં વૃક્ષો વાવ્યા
2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ કે જે બંજર હતો. તેમાં ભરતભાઇ અને તેની ટીમે ઓક્સીજન પાર્ક ઉભો કર્યો છે. અઢી વર્ષ પહેલા આ પાર્કને બનાવવામાં આવ્યો છે અને આજે 1 એકરની આ જમીનમાં 3000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યની સુખાકારી માટે પર્યાવરણનો બહોળો ફાળો રહેલો છે. જેને લઈને જ ભરતભાઇએ અહીંયા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો ભરતભાઇ સુરેજા અને તેની ટીમનો ઉદેશ છે. રંગીલું રાજકોટ હરિયાળું બને તે માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ભરતભાઇનો રાજકોટને પ્રદૂષણમૂક્ત બનાવવો વિચાર
છેલ્લા ઘણા વર્ષોથી ભરતભાઇ વૃક્ષારોપણનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હવે લોકો પર્યાવરણની જાળવણી કરે તેનું મહત્વ સમજે તે પણ ખૂબ જ અગત્યનું છે. પ્રદૂષણ રેટમાં રાજકોટ આગળ હોય છે. ત્યારે કંઈ રીતે રાજકોટને પ્રદૂષણમુક્ત બનાવી ગ્રીન સિટી તરફ લઈ જવું તેવો વિચાર આવ્યો હતો. ભરતભાઈએ જ ઓક્સિજન પાર્ક બનાવ્યો છે.

બંજર જમીન આજે હરિયાળી બની
બંજર જમીનને આજે ભરતભાઈએ હરિયાળી બનાવી નાખી છે. તો સાથે જ તેમની એવી પણ ઈચ્છા છે કે રાજકોટને હરિયાળું બનાવવા હજુ પણ ઘણી બધી જગ્યાએ આ રીતે ઓક્સિજન પાર્ક ઉભો કરવો છે. જેને લઈને લોકોને એક શુદ્ધ, પ્રદૂષણમુક્ત અને તાજગીભર્યું વાતાવરણ પ્રદાન થાય અને સાથે લોકો પણ પર્યાવરણનું મહત્વ સમજી વૃક્ષોનું વાવેતર કરે.

115 જાતિના 3 હજાર વૃક્ષો વાવ્યા- ભરતભાઇ
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું કે, 2016માં 115 જાતિના 3 હજાર વૃક્ષો અમે વાવ્યા છે. અમારો ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને બિમાર પડે નહીં. રોજના ઘણા બધા લોકો આવે છે. અંદર ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો તે છોડ બ્લોક ખોલી દે તેવા છોડ વાવ્યા છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં આવે છે તો તેને ઘણી બધી રાહત મળી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x