ગાંધીનગરગુજરાત

પાટનગર યોજના વિભાગ પાસે જ મહાપાલિકાનું 12 કરોડનું કર લેણું

ગાંધીનગર:
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની આગોતરી ચૂકવણી કરનારા કરદાતાઓ માટે બિલની રકમના 10 ટકા વળતરની જાહેરાત કરવામાં આવી તેના કારણે મે મહિનામાં જ કરની આવકનો આંકડો 1.70 કરોડ પર પહોંચી ગયો છે. પરંતુ સરકારી ઇમારતોના મામલે પાટનગર યોજના વિભાગ પાસેથી જ રૂપિયા 12 કરોડની વસૂલાત મહાપાલિકાને મળી રહી નથી. ત્યારે મોબાઇલ નેટવર્ક કંપનીઓ પાસેથી વસૂલવાના થતાં રૂપિયા 18 કરોડ માટે મહાપાલિકા દ્વારા ટાવરને સીલ મારી દેવાની નોટિસો નવેસરથી ફટકારવા કવાયત હાથ ધરવામાં આવનાર છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે મોબાઇલ નેટવર્ક કંપનીઓ દ્વારા નેટવર્ક ટાવરને મિલકત નહીં ગણવા સંબંધે દાદ માગવામાં આવ્યાના પગલે હાઇકોર્ટે તમની અરજી રદ કરી નાખી હતી. તેની સામે કંપનીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટ દ્વારા તો મોબાઇલ નેટવર્ક કંપનીઓને કરવેરાની રકમ પહેલા ભરી દેવા સ્પષ્ટ કહી દેવામાં આવતાં હવે સરકારના નિયમ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગર પાલિકા અને મહાપાલિકાઓને કરવેરા પેટે મોબાઇલ કંપનીઓના ટાવરની આવક પણ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x