રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ ઈદ- ઉલ- ફિત્રની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ
આજે દેશમાં ઈદ- ઉલ- ફિત્રનું સેલિબ્રેશન થઈ રહ્યુ છે. દેશમાં જ નહીં બલ્કે દુનિયામાં અલગ અલગ ભાગોમાં ઈદની શુભેચ્છા અપાઈ રહી છે. ત્યારે ઈદના પાવન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યુ કે તમામ દેશવાસીઓને ઈદ મુબારક. તેમણે આગળ લખ્યું કે આ તહેવાર, આપસી ભાઈચારા અને હળીમળીને રહેવાની ભાવનાને મજબૂત કરવા અને સ્વયંને માનવતાની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરવાનો અવસર છે. આવો આપણે કોરોનાને પહોંચી વળવા માટે તમામ નિયમોનું પાલન કરવાનો અને સમાજ તથા દેશના હિત માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.
પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઈદ- ઉલ- ફિત્રના આ પાવન પ્રસંગ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા. આ તહેવારના પ્રસંગે તમામ નાગરિકોને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં કહ્યુ કે આપણા સામૂહિક પ્રયાસથી આપણે લોકો આ વૈશ્વિક મહામારીથી જીતી શકીએ છીએ અને માનવ કલ્યાણ આગળ કામ કરી શકે છે. ઈદ મુબારક.