ગુજરાતમાં કેસો ઘટ્યા પણ ગામડાંઓમાં સ્થિત યથાવત રહેતા સરકારની ચિંતામાં વધારો
કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળ્યો છે. ગ્રામીણ ઇલાકાઓમાં સુવિધાના અભાવે લોકોએ વધારે પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં ગુજરાતના શહેરોમાં દૈનિક કેસ ઘટી રહ્યા છે પરંતુ જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર જેવા જિલ્લામાં પોઝિટીવીટી રેટ આજે પણ ખૂબ જ વધારે છે જે ચિંતાજનક છે.
પંચમહાલ જિલ્લામાં 20% પોઝિટીવીટી રેટ છે જેનો અર્થ થાય છે કે પંચમહાલમાં 100 કોરોના ટેસ્ટ કરવામાં આવે તો તેમાંથી 20 લોકો પોઝિટિવ નીકળે છે. આજ રીતે જુદા જુદા જિલ્લાઓમાં 15%ની આસપાસ પોઝિટીવીટી રેટ જોવા મળી રહ્યો છે જેથી કહી શકાય છે કે ગ્રામીણ ઇલાકાઓમાં આજે પણ સંક્રમણ વધારે છે.
ક્યા જિલ્લામાં કેટલો પોઝિટિવિટી રેટ?
પંચમહાલ-20 %
જૂનાગઢ-16 %
વડોદરા-16 %
રાજકોટ-15 %
ગીર સોમનાથ-15 %
અમરેલી-12 %
મહીસાગર-10 %
દ્વારકા-16 %