દિલ્હીમાં ફરી લંબાવાયું લોકડાઉન
દિલ્હી :
દિલ્હીમાં કોરોનાની ઝડપને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ફરી એક અઠવાડિયા માટે લંબાઈ ગયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે 17મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સીએમએ વેક્સીનની કમી પર કેન્દ્ર સરકારને ચિઠ્ઠી પણ લખી છે.
સીએમએ જણાવ્યું કે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદથી નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો આવ્યો છે અને પાછલા બે ત્રણ દિવસમાં સંક્રમણના દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનને મજબૂત કરવામાં થયો.
સીએમએ કહ્યું કે દિલ્હીમાં કાલે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન હતું. જેને દિલ્હીમાં સારા સ્તરની રિકવરીને જોતા અથવા કોરોના ઝડપથી ઓછો થાય છે. પરંતુ દિલ્હીએ જે કામયાબી હાસલ કરી છે તે ઓછી ન થાય તે માટે વધુ એક અઠવાડિયાનું લોકડાઉન લગાવી રહ્યા છીએ. આવતા સોમવારે 5 વાગ્યાથી લોકડાઉન વધારવામાં આવશે.