ગુજરાતરાષ્ટ્રીય

ચેતજો : વાવાઝોડું વઘુ ગંભીર બન્યું, જાણો ગુજરાતના કયા વિસ્તારમાં ખતરો વધ્યો

કેન્દ્રિય ગૃહમંત્રીએ તૌકતે વાવાઝોડા (Cyclone) થી પ્રભાવિત થનાર રાજ્યો સાથે વહીવટી તંત્રની તૈયારીઓની સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતામાં તૌકતે વાવાઝોડા (Cyclone) ની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ભાવનગર કલેકટર કચેરી ખાતેથી તેમજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દિવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા .

તૌકતે વાવાઝોડું વારંવાર તેની દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડાએ પોતાનો માર્ગ ફરીએકવાર બદલતા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાએ રસ્તો બદલતા હવે દીવ તરફ સંકટ વધ્યું છે. દીવના દરિયા કિનારા માટે વધુ ચિંતા ઉભી થઈ છે. આ કારણે ઉના અને દીવના 35 ગામો પર વધુ ખતરો તોળાઈ રહ્યો છે. આ કારણે લોકોના સ્થળાંતરને લઈને પ્લાનિંગ શરૂ કરાયુ છે. તો બીજી તરફ દીવ કોસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે.

વવાઝોડાએ પુનઃ પોતાનો માર્ગ બદલ્યો છે. તૌકતે વાવાઝોડું 17 મેના રોજ સાંજે અથવા 18 મેના રોજ વહેલી સવાર દરમ્યાન પોરબંદર-મહુવાથી પસાર થશે. જોકે, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. માત્ર વાવાઝોડાની દિશા દક્ષિણ પૂર્વ તરફ વળી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ મજબૂત થઇ રહ્યું છે.

હાલ તૌકતે વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. જોકે, સૌથી વધુ સંકટ દીવના માથા પર છે. તેથી દીવમાં શનિ-રવિના કરફ્યૂ બાદ વધુ 3 દિવસનું કરફ્યુ જાહેર કરાયું છે. તૌકતે વાવાઝોડાના પગલે વધુ 3 દિવસ દીવ બંધ રાખવાની જાહેરાત કરાઈ.

રાજ્યમાં વાવાઝોડાની સિવિયર અસર થશે. 17 તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. 18 મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું હાલ 150 થી 160 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યુઁ છે. તમામ દરિયાકાંઠે 1.5 થી 3 મીટર ઊંચા મોજા ઉછળશે. આથી દરિયા કાંઠેથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x