આરોગ્યરાષ્ટ્રીય

PM મોદી થયા ભાવુક કહ્યુ- : બ્લેક ફંગસ નવો પડકાર, બાળકોને બચાવવા જરૂરી

વડાપ્રધાન મોદી એ શુક્રવારે કોરોના સંકટ (Corona Crisis in India)ને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત કરતાં પીએમ મોદી ભાવુક થઈ ગયા. વડાપ્રધાને કહ્યું કે કોવિડ (COVID-19)ની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં આપણે અનેક સ્વજનોને ગુમાવી દીધા છે.

વડાપ્રધાન મોદી સંબોધનની શરૂઆતમાં કહી રહ્યા હતા કે દેશે કોરોના સામે મજબૂત લડાઈ લડી પરંતુ આપણા પરિવારના અનેક લોકોને આપણે પરત ન લાગી શક્યા. આટલું કહ્યા બાદ વડાપ્રધાન ભાવુક થઈ ગયા. વડાપ્રધાને કહ્યું કે, આ વાયરસે આપા અનેક સ્વજનોને છીનવ્યા છે. હું તે તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કાશીનો એક સેવક હોવાના કારણે દરેક કાશીવાસીઓનો આભાર માનું છું. વિશેષ રૂપથી ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ’નો આભાર માનું છું, તેમનું યોગદાન સરાહનીય છે. આ વાયરસે આપણા અનેક સ્વજનોને આપણાથી છીનવી લીધા છે. હું તે તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ આપું છું. તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, બીજી લહેર દરમિયાન પ્રશાસને જે તૈયારીઓ કરી છે, તેને કેસ ઘટ્યા બાદ પણ આપણે આવી જ હંમેશા તૈયાર રાખવાની છે. સાથોસાથ આંકડાઓ અને સ્થિતિ પર સતત નજર રાખવાની છે. તેઓએ કહ્યું કે, આપણી આ લડાઈમાં બ્લેક ફંગસ વધુ એક પડકાર તરીકે સામે આવ્યું છે. તેનો સામનો કરવા માટે જરૂરી સાવધાની અને વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, કોવિડની વિરુદ્ધ ગામોમાં ચાલી રહેલી લડાઈમાં આશા અને ANM બહેનોની ભૂમિકા ખૂબ અગત્યની છે. હું ઈચ્છું છુંકે તેમની ક્ષમતા અને અનુભવનો વધુમાં વધુ લાભ લેવામાં આવે.

વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે વેક્સીનની સુરક્ષા પણ જોઈ છે. વેક્સીનની સુરક્ષાના કારણે ઘણે અંશે આપણા ફ્રન્ટલાઇન વર્કર્સ સુરક્ષિત રહીને લોકોની સેવા કરી શક્યા છે. આ સુરક્ષા કવચ આવનારા સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે. આપણે પોતાનો વાર આવતાં વેક્સીન ચોક્કસ લેવાની છે. વડાપ્રધાને કહ્યું કે જ્યાં બીમાર ત્યાં ઉપચાર, આ સિદ્ધાંત પર માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવીને જે રીતે તમે શહેર અને ગામોમાં ઘરે-ઘરે દવાઓ આપી રહ્યા છો, તે ખૂબ સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામ્ય વિસ્તારોમાં જેટલું શક્ય હોય તેટલું વ્યાપક બનાવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x