Yaas વાવાઝોડાના કારણે રેલ્વેએ 6 દિવસ માટે રદ્દ કરી
ચક્રાવાત યાસને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલ્વેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે.
ક્યાં અને ક્યારે અસર કરશે વાવાઝોડુ
બંગાળની ખાડીના પૂર્વમાં બનેલા ગંભીર દબાણના કારણે વાવાઝોડું ગંભીર બની શકે છે. આ સમયે 155-165 કીમી/કલાકની ઝડપે હવા ચાલી શકે છે. બંગાળમાં સાગર વ્દીપ પર પહોંચવાનું અનુમાન છે. કોલકત્તામાં ક્ષેત્રીય હવામાન કેન્દ્રના ઉપ નિર્દેશક સંજીવ બંદોપાધ્યાયે કહ્યું કે પ. બંગાળમાં દીધાથી 670 કિમી દક્ષિણ પૂર્વ અને પારાદીપથી 590 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં બનેલા આ દબાણના આગળ વધવાના કારણે બંને રાજ્યોના તટવર્તી અને અંદરના ક્ષેત્રમાં ભારે વરસાદ થશે. દબાણનું આ ક્ષેત્ર 24મેની સવારે ચક્રાવાતી તોફાનમાં ફેરવાશે અને ઉત્તર પશ્ચિમોત્તર દિશા તરફ વધશે.
24 કલાકમાં વાવાઝોડું બનશે ગંભીર
આવનારા 24 કલાકમાં આ વાવાઝોડું ગંભીર બનવાની શક્યતા છે. તે 26મેના રોજ પશ્ચિમ બંગાળ- ઓરિસ્સા તટની પાસે બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં પહોંચશે. પ. બંગાળમાં પૂર્વી અને પશ્ચિમી મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તરી પરગણાની સાથે હાવડા અને હુગલીમાં 25મેથી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેઓએ કહ્યું કે નદિયા પૂર્વી અને પશ્ચિમી વર્ધમાન, બાંકુડા, પુરુલિયા અને બીરભૂમમાં ભારે વરસાદ થશે. તેના અનુસાર રાજ્યના ઉપ હિમાલયી અને પશ્ચિમી જિલ્લામાં 27મેના રોજ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે કહ્યું કે 25મેથી ઓરિસ્સામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.