રમતગમત

સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડ પ્રવાસે જતા વખતે ડોનાને પ્રપોઝ કર્યુ અને છુપાઇને કરી લીધા લગ્ન

BCCI ના અધ્યક્ષ અને ટીમ ઇન્ડીયા  ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી  હાલમાં ભારતીય ક્રિકેટના આયોજન ખૂબ જ સસ્પેન્સ સાથે કરે છે. દરેક આયોજન અને દરેક નિર્ણય તે યોજના બદ્ધ રીતે પાર પાડે છે. પોતાના જીવનમાં પણ ગાંગુલી સસ્પેન્સ ભર્યા જ રહ્યા છે.

તેમની અને ડોના ગાંગુલી  ના સંબંધની શરુઆત જ નહી લગ્ન પણ કંઇક આજ પ્રકારે છુપકે છુપકે થયા હતા. તેમના પરિવારને પણ તેમના કોર્ટ મેરેજ થઇ ચુક્યા હોવાની જાણ પાછળથી થઇ હતી.

ડોના અને સૌરવ ગાંગુલી બંને એક બીજાના પાડોશી હતા. જોકે જેટલો પ્રેમ તે બંને વચ્ચે હતો તેટલો તે બંને પાડોશી પરિવાર વચ્ચ નહોતો. કહેવાય છે કે, બંને પરિવારો ખાસ એકબીજાના પરિવારને પસંદ નહોતા કરતા. કહેવાય છે બંનેનો પ્રેમ સ્કૂલ લાઇફથી જ શરુ થયો હતો. જોકે બંને અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

સૌરવ ગાંગુલીએ 1996 માં ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) જતા પહેલા જ ડોનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. સૌરવ અને ડોના બંનેને એ વાતનો ખ્યાલ હતો કે, તેમના પરિવાર જનો આ સંબંધોનો સ્વીકાર નહી કરે. માટે જ ઇંગ્લેંડ પ્રવાસથી પરત ફરતા જ સૌરવ અને ડોના લગ્ન માટે રજીસ્ટ્રાર ઓફીસ પહોંચ્યા હતા. જોકે તેમના લગ્નના સમાચાર મીડિયામાં ફેલાઇ ગયા અને તેઓ લગ્ન રજીસ્ટર કર્યા વીના જ પરત ફરવું પડ્યું.

પહેલા છુપાઇને કર્યા લગ્ન, પરિવારે ધામધૂમ થી કરાવ્યા

જોકે બંને એ 12 ઓગષ્ટ 1996 માં છુપાઇને કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ સૌરવ ગાંગુલી શ્રીલંકા પ્રવાસે પહોંચી ગયો હતો. જોકે થોડાક જ દીવસમાં બંનેના લગ્નની વાત બંનેના પરિવાર સામે જાહેર થઇ ગઇ હતી. બંને પરિવારો એ બંનેનો નિર્ણય સ્વિકાર કરી લીધો હતો. પરિવાર જનોએ આગળના વર્ષે એટલે કે 21 ફેબ્રુઆરી 1997 માં રીત રિવાજ મુજબ બંનેના લગ્ન કરાવ્યા હતા.

ડોના એક ઓડીશી નૃત્યાંગના હતી

સૌરવ ગાંગુલી અને ડોનાની જોડી એકદમ પરફેક્ટ કપલ છે. બંનેને એક પુત્રી પણ છે, જે 2001 માં જન્મી હતી. સૌરવ ગાંગુલીની પત્નિ ડોના એક ઓડીશી નૃત્યંગના (Odissi dancer) હતી. તે પોતાના શોખથી પોતાની કળાને વિસ્તારવા ડોના પોતાની એક ડાન્સ સ્કૂલ પણ ચલાવતી હતી. રુઢી ચુસ્ત ગાંગુલી પરિવારને તેની આ રુચી સામે પણ વહુ તરીકે સ્વિકારવામાં શરુઆતમાં વાંધો ધરાવતુ હતું. ડોના અને સૌરવની પુત્રી સના ગાંગુલી પણ પોતાની માતાની માફક જ નૃત્યમાં રસ ધરાવે છે.

પોતાનુ લગ્ન-સૌથી સારી ભૂલ

સૌરવ ગાંગુલી પોતાની પત્નિ ડોનાને ખૂબ જ પ્રેમ કરે છે. જેનો સ્વિકાર પણ તેઓ દુનિયા સામે કરતા રહ્યા છે. એક વાર ગાંગુલીને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે, તેમના જીવનમાં સારી ભૂલ કઇ હતી. તો સૌરવે હસતાં હસતા જવાબ આપ્યો હતો, મારા લગ્ન ! એટલે કે દાદાનુ કહેવુ હતું કે, તેમના જીવનની સૌથી ખૂબસુરત ભુલ તેમના લગ્ન હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x