અમદાવાદ મ્યુનિસીપાલિટીએ માનવતાને નેવે મૂકી પૈસાને પ્રાથમિકતા આપી, રસી ખરીદવા ચૂકવવા પડશે રૂ.1 હજાર, એપોલો બાદ શેલ્બીને આપી મંજૂરી
અમદાવાદ:
અમદાવાદમાં લોકો માનવતાને બદલે પૈસાને પ્રાથમિકતા આપી રહ્યા હોય એવું લાગે છે. તો અમદાવાદમાં અધિકારીઓએ ગુજરાત સરકારના નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરીને ખાનગી હોસ્પિટલોને કમાણી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ફ્રી વેક્સિનેશન ડ્રાઈવ બંધ કરીને તે જ જગ્યા પર પ્રાઇવેટ હોસ્પિટલને ડ્રાઈવ થ્રુ વેક્સિન( (Drive Through Vaccine ) માટે મંજૂરી આપી છે.
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી ક્ષેત્રની શેલ્બી હોસ્પિટલ દ્વારા 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન (drive through vaccine) સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. એક તરફ સ્લોટ નથી મળતા તો 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે બીજું ડ્રાઈવ થ્રુ વેક્સિન (drive through vaccine) સેન્ટર શરુ કર્યુ છે. ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવા AMC એ નોંધણી કરાવ્યા વિના સ્થળ ઉપર નોધણી કરાવીને રસી લેવાની સગવડ કરી આપી છે.
એપોલો હોસ્પિટલ દ્વારા 1 હજાર રૂપિયા આપીને રસી લેવામાં ભારે ધસારો રહેતા બીજું ડ્રાઈવ થ્રુ વેક્સિન (drive through vaccine) સેન્ટર શરુ કર્યુ છે. એપોલો હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલમાં જથ્થો હશે ત્યાં સુધી ઉપલબ્ધ હશે.
એક તરફ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના સ્લોટ મળતા નથી, ત્યારે બીજી બાજુ સુનામીની માફક ફરી વળેલ કોરોનાની લહેરથી બચવા માટે લોકો મજબૂરીથી રૂપિયા 1000 ખર્ચીને કોરોનાની રસી મુકાવે છે. કારણ કે જ્યારથી 18 થી 45 વર્ષના લોકોને રસી આપવાની સરકારે જાહેરાત કરી ત્યારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે.