આરોગ્ય

હવે કોગળા કરીને જાણી શકાશે કોરોના છે કે નહીં, ICMRની મંજૂરી

કોરોના મહામારીના વધતા મામલાની વચ્ચે કોરોનાની તપાસની એક નવી સલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર રીત રજુ કરી છે. તેનાથી 3 કલાકમાં કોરોના સંક્રમણની તપાસ કરી શકાશે. આ મેથડને ICMRએ મંજૂરી મળી ગઈ છે. વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)હેઠળ નાગપુર સ્થિત રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ અનુસંધાન સંસ્થાન (NEERI)ના વૈજ્ઞાનિકોએ વધુ એક સફળતા મેળવી છે.ICMRએ NEERIને પોતાની ટીમોને દેશભરની લેબમાં નવી પદ્ધતિથી ટ્રેનિંગ આપવા મોકલવાની મંજૂરી આપી છે. મેથડ અનુસાર એક રોગીને ઘોળથી કોગળા કરાવ્યા બાદ એક સામાન્ય કલેક્શન ટ્યૂબમાં થુકવાની જરુર હોય છે. કલેક્શન ટ્યૂબમાં આ સેમ્પલ ત્યાર સુધી એક લેબમાં લઈ જવામાં આવતુ હતુ. ત્યાં તેને એક રુમના તાપમાન પર નીરીમાં જેમ તૈયાર એક વિશેષ બફર સોલ્યૂશનમાં રાખવામાં આવે છે. જ્યારે સોલ્યૂશનને ગરમ કરવામાં આવે છે તો એક આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. સોલ્યૂશનને આગળ રિવર્સ ટ્રાન્સફ્રિપ્શન પોલીમરેજ ચેન રિએક્શન(આરટી પીસીઆર) માટે પ્રોસેસ્ડ કરવામાં આવે છે.

સેમ્પલ કલેક્ટ કરવા અને પ્રોસેસ કરવુ સરળ

NEERIના પર્યાવરસ વાયરોલોજી સેલના સિનિયર સાયન્ટિસ્ટ ડો. કૃષ્ણા ખૈરનારે કહ્યુ કે આ નવી રીતથી સેમ્પલ કલેક્ટ કરવા અને પ્રોસેસ્ડ કરવાનું ઘણું સસ્તુ પડે છે. લોકો પોતે કોરોનાનો ટેસ્ટ કરી શકે છે. કેમ કે આ વિધિ સેલ્ફ સેમ્પલિંગની પરવાનગી આપે છે. આ માટે કલેક્શન સેન્ટર પર લાઈનમાં લાગવાની જરુર નથી. આનાથી સમય બચશે અને સંક્રમણનું સંકટ ઓછુ થઈ જાય છે. અને કચરો પણ ઓછી થઈ જાય છે.

નવી વિધિ આસાન અને પેશેન્ટ ફ્રેન્ડલી

બીજી તરફ નાક અને ગળાના સ્વેબ લેવામાં વધારે સમય લાગે છે. એટલું જ નહીં સેમ્પલ લેવાની આ રીતથી દર્દી અસહજ થઈ જાય છે. અનેક વાર સેમ્પલ એક સ્થાનથી બીજી જગ્યાએ જવામાં નષ્ટ થઈ જાય છે.  જ્યારે ગાર્ગલ આરટી પીસીઆર તાત્કાલીક થાય છે.  સરળ અને દર્દી ફ્રેન્ડલી છે. કચરો ઓછો થવાથી આ પર્યાવરણ ફેન્ડલી છે. જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે ત્યા આ ખુબ ફાયદાકારક સાબિત થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x